Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૬૬
આઝાદી પહેલાં અને પછી
જુદા જુદા રંગ પ્રમાણે એની સ્ક્રીન બનતી. ડિઝાઈને મુખ્યત્વે ભૌમિતિક તેમજ ફૂલ વેલ પાંદડાં વગેરેની રહેતી.૫૫
બાટિકનું આજનું સ્વરૂપ ભારતમાં શાંતિનિકેતનમાંથી શ્રીમતી પ્રતિમા ટાગેરે પરિચિત કરાવ્યું. બાટિકની રંગ કરવાની કળા કંઈક બાંધણી જેવી છે, પરંતુ આમાં મીણની મદદથી વિવિધ ભાત પાડવામાં આવે છે. સુતરાઉ કે રેશમી કાપડ ઉપર જ્યાં જ્યાં રંગ ચડાવવો હોય તેટલો ભાગ ખાલી રાખી બાકીના કાપડની બંને બાજુએ મીણ ભરી દેવાય. આ પછી કાપડને રંગમાં બળી, ચારે ખૂણેથી ખેંચી રાખી, એ પરમીણ રેડી કેટલાક અવનવા આકાર સજી શકાય. મીણ લગાડીને રંગ ચડાવ્યા પછી જે બીજા રંગનું કામ કરવાનું હોય તે બે પદ્ધતિ વપરાયઃ એક તે પ્રથમ રંગ માટે લગાડેલું મીણ કાપડને ગરમ પાણીમાં બળને ઉખેડી લઈ, બીજા રંગ માટે નવું મીણ લગાડીને પછી કાપડને બીજા રંગમાં બળવામાં આવે અથવા પ્રથમ લગાડેલા મીણને એમ ને એમ રહેવા દઈ બીજા રંગ માટે નવું મીણ લગાડીને કાપડને બીજા રંગમાં બોળવામાં આવે. આમ પ્રત્યેક રંગ માટે દરેક વખતે નવું મીણ ચોપડવાની ક્રિયા કરવી પડે. પ્રત્યેક વખતે રંગ ચડાવ્યા પછી કાપડને છાંયે સૂકવી, પછી એને ચેખા પાણીથી ધોઈ, ત્યાર પછી જ બીજા રંગનું કામ કરાય. અસલ તે વનસ્પતિજન્ય રંગો વપરાતા, આજે “ઍન્થલ” કે “નૈથિલ બનાવટના રંગે બાટિકમાં વપરાય છે. બાટિકમાં સરળ વળાંકે અને ભારે રેખાઓવાળી ભાત સરસ ઉઠાવ પકડે છે.પ૬
કલમકારી કે માતાના ચંદરવા તરીકે ઓળખાતી કળા ખૂબ પ્રચલિત બની છે. એમાં વનસ્પતિજન્ય રંગો તેમજ એવાં જ રસાયણોની મિલાવટથી કાપડ ઉપર આ છાપકામ કરવામાં આવે છે. મજીઠના ઉપયોગથી થતી આ છાપકળામાં વાઘની સવારી કરી રહેલ અને ભક્તવૃંદથી વીંટળાયેલી દુર્ગા માતાની ભાત વિશેષ જોવા મળે છે.
ભરતકામ
મૂળ બલુચિસ્તાન અફઘાનિસ્તાન પંજાબ સિંધમાં થઈ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભરતપરંપરા પ્રસરી હોવાનું મનાય છે. ભરતપ્રથામાં શરૂઆતમાં એકસરખા રંગ ટાંકા ટેભા ભરાતા હતા. સમય જતાં એમાં યુરોપીય પારસી અને દેશી ભારતનું સંયેજન થતું ગયું. સ્વરાજ્ય આવ્યા પછી ભરવાનાં મશીન આવ્યાં અને હાથના લેકભરતને કસબ મશીનેએ ખેંચી લીધે.