Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
४७०
આઝાદી પહેલાં અને પછી
પીળા અથવા સફેદ રંગના કાપડ ઉપર ગુલાબી અને સફેદ રંગના રેશમના ગોટા તથા વિજવેલ તેમજ ચેખચલીથી ખાના ચોક ખંડ બધી, કોઈ વાર સોનેરી તૂ ઈ મૂકી અંદર આભલાં સાથે ભરત ભરવું એ આ કામના ભરતકામનું આગવું અંગ ગણાય.
કણબીભરતમાં તોરણ બારખિયા ઉલેચ ચંદરવા ચાકળા બળદની ઝૂલ, માથાવટી ઘાઘરા કાપડાં ઓઢણુની કાર વગેરેમાં ભરત ભરવાને ચાલ છે.
ભરતકામની આ મુખ્ય શૈલીઓ ઉપરાંત રબારી સતવારા અબોટી સગર જેવી જાતિઓની પણ ભરતકામમાં દેખાઈ આવે તેવી તરાહ પણ હોય છે.
કચ્છમાં કોમવાર ભરતકામની લાક્ષણિક્તા અલગ તરી આવે છે. આ રીતે આયર રબારી કણબી ભણસાલી વાગડિયા રજપૂત ઠકરાઈ ઓસવાળ જત અને ખાસ કરી બનિયાનું ભરતકામ એમની પિતાની આગવી રીતે રૂપમાં અને રંગે વિશિષ્ટ ભાત પાડે છે.
એવી રીતે ભરતકામમાં વપરાતાં એનાં રૂપલક્ષણ પણ પરંપરાગત પેઢી-દરપેઢી એમના વંશજોને મળ્યા કર્યા છે. એકંદરે જોતાં એમાં સાંકળી અને આંટિયાળા લપેટા ટાંકા તથા આભલાંનું ભરત એકસરખું જોવા મળે છે. સાંકળી ભરતના કામની વિશિષ્ટતા એ “કચ્છી ભરતીની ખાસ પ્રકારની એક આગવી શૈલી ગણાવાય. કચ્છની ભરતકામની આકૃતિઓમાં મોર, પાંદડિયા કમળફૂલને ચકર વગેરે એની લાક્ષણિકતા ગણાય છે
કરછના બન્ની પ્રાંતનું ભરત ખાસ પ્રકારનું છે. ત્યાં વસતાં જત રાયસીપિત્રા હાલેપોત્રા મતવા હીંગોરા સુમરા જુણેજ વગેરે માલધારી નારીના કરકસબ ભરતકામ અને કવાટકામમાં ઝીણી વિગતે અને રંગની ઉઠાવદાર મેળવણી એ એની વિશિષ્ટતા છે.૮ આ ભરત ઉપર બલુચી અને સિંધી અસર દેખાય છે, સાથે કચ્છી ઝીણવટ અને ખાઈ જોવા મળે છે. જાત મતવાનું બન્નીનું ભરત એના પહેરવાના આખા કજરીમાં શ્રેષ્ઠ પ્રકારનું દેખાય છે. આ ભરતમાં સાંકળી અને ગાજના ટાંકાથી ઝીણું ટપકી અને બુટ્ટાદાર ભાત રચાય છે, જેમાં ઝીણાં આભલાં ટાંકેલાં હોય છે. રેશમી કે સુતરાઉ કાપડ પર લાલ લીલા વાદળી સોનેરી સફેદ અને કાળા રેશમી દોરાને જોઈતા પ્રમાણમાં એ રંગ ઊઠી નીકળે એવા કાપડ ઉપર ભરાય છે.
બનીની મુસ્લિમ બહેને એના ભરતમાં જીવંત પશુ-પંખીઓની આકૃતિઓ ભરતી નથી.