Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૯૦
આઝાદી પહેલાં અને પછી
રક્ષિત સ્મારકેનું સંરક્ષણ
આ કામગીરીનાં નીચે જણાવેલ પાંચ પાસાં ક્રમે ક્રમે આકાર પામ્યાં ? (૧) કાનૂની રક્ષણ, (૨) સામાન્ય જાળવણ, (૩) સ્થાપત્યકીય પુરારક્ષણ, (૪) રાસાયણિક માવજત, (૫) પુનઃસ્થાપના
ગુજરાતમાં ઈ.સ. ૧૯૬૦ સુધીમાં ઉપર્યું કત પાંચે પાસાંઓનાં બીજ રપાઈ ચૂક્યાં હતાં, પરંતુ ભેદ સુસ્પષ્ટ થયા નહતા.
પુરારક્ષણ કરવાની ફરજ ઈ સ. ૧૯૫૦ સુધી કેંદ્ર અને રાજ્ય સરકારો વચ્ચે હરતી-ફરતી રહી હતી. ભા. પુ. સ.ને લાગે વળગે છે ત્યાં સુધી ઈ.સ. ૧૯૫૦ સુધી પુરારક્ષણની કામગીરી જાહેર બાંધકામ ખાતા મારફતે થતી હતી. ઈ. સ. ૧૯૪૫ થી એ પ્રથા બંધ થઈ અને કેંદ્ર કે રાજ્ય સરકારના પુરાતત્વખાતા મારત જ પુરારક્ષણકાર્યો કરવાનું શરૂ થયું.
ચર્ચિત સમયગાળા દરમ્યાન રાજ્ય સરકારના પુરાતત્વખાતા મારફત પુરારક્ષણ” નામ હેઠળ મર્યાદિત સાધને નાણાકીય અને નિષ્ણાત સેવાકીય)ને કારણે ઉપર્યુક્ત પાંચ પાસાંઓ પૈકી “સામાન્ય જાળવણી” હેઠળ બતાવેલાઓમાંથી કેટલાંક કાર્ય થયાં હતાં. ભા. પુ. સ. તરફથી અમદાવાદ જોળકા ચાંપાનેર પાવાગઢ વગેરે સ્થળોએ આવેલાં સ્મારકોનું પુરારક્ષણ કાર્ય થયું હતું.
૧૯૨૨ સુધી રક્ષિત સ્મારકનાં મુલાકાતીઓ ધાર્મિક સ્મારકમાં પણ જોડા પહેરીને ફરતાં હતાં અને સ્મારકની અંદર ધૂમ્રપાન પણ કરતાં હતાં ઈ. સ. ૧૯૨૩ના જાન્યુઆરી માસમાં મુંબઈ સરકારે આ સામે મનાઈ ફરમાવી હતી. ભા. પુ. સ.ના પશ્ચિમ વર્તુળ(જેમાં ગુજરાતનો સમાવેશ પણ થતા હતા)માં આવેલાં ૧૦૮ ધાર્મિક રક્ષિત સ્મારક પાસે આ મનાઈ હુકમ બતાવતા સૂચનાપટ ઈ. સ. ૧૯૨૫-૨૬ દરમ્યાન મૂકવામાં આવ્યા હતા. પુરાતત્તરીય કાયદા-કાનૂન
પુરાતત્ત્વના ક્ષેત્રે કેંદ્ર અને રાજ્ય સરકારના પુરાતત્વને લગતા કાયદાકાનૂનનું પ્રદાન બહુ મહત્વનું છે. ઈ.સ. ૧૮૭૮ થી ૧૯૫૯ સુધીની વિકાસગાથા સળંગ રીતે આપવામાં આવી છે. (૧) ઈ. સ. ૧૮૭૮ ને ભારતીય ભૂમિગત ભંડારપ્રાપ્તિ અધિનિયમ–આંક ૬
આ કાયદે મહેસૂલ ખાતાને છે. ભૂમિમાં છુપાવેલી કે દટાઈ ગયેલી રૂ. ૧૦- થી વધુ મૂલ્યની કોઈ પણ ચીજવસ્તુ કોઈ પણ પ્રકારના ખેદકામ કે