Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
४७३
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લેકકલાઓ સ્થાપન અંબિકા સ્થાપન ચોપાટ–સેગઠાં પારણાં ચાકળા ચાંકળી ઈંઢોણી તલવારનું મ્યાન ઘેડાના શણગાર વગેરે નમૂના બનાવતા.
કાઠી–મતીભરત પછી મોતીભરતની વ્યાપક શૈલી કણબી-મોતીભરતની ગણાય. એક મોતી લઈ ઊભી લીટીએ મોતીભરતમાં ભૂમિતિના કેણ તથા વાઘ ચિત્તા સિંહ ગાય હાથી વગેરે પશુનું રૂપકામ થતું. આ ભરતમાં વચ્ચે મોટા ગોળ અને ચોરસ આભલાં ગૂંથવામાં આવતાં. કણબીભરતની પછીત–પાટીએના નીચલા ભાગે ઊનનાં કુમકાં અને વલમોતીની જાળીઓ બાંધવામાં આવે છે, જે એની ખાસ વિશેષતા ગણાય. આમાં વીંઝણે તો રણુ ઈંઢોણ કંકાવટી નાળિયેર બળદના શણગાર, વગેરે બનતા.
મહાજનશૈલીનું મતીભરત ખાસ કરીને સૌરાષ્ટ્રના સમુદ્રકિનારાના કેટલાક ભાગમાં થાય છે. આ શૈલીના મોતીભારતમાં વિશેષતઃ ભૂમિતિના કોણે પશુ, પક્ષીઓનું રૂપકામ, શ્રીનાથજીદર્શન ઉપરાંત ચાકળાં તારણ ઘરવપરાશની ચીજો, દુકાન કે પેઢી ઉપર વપરાતાં સાધન, જેવાં કે ખડિયા કલમ વગેરે તથા પૂજાનાં સિંહાસન વગેરે વસ્તુઓનું મોતીભરત થયેલું જોવા મળે છે. છ૩ | મુસ્લિમ મેમણ કામના ચાકળામાં આકૃતિઓને સ્થાન ન હોવાથી એમાં ભૂમિતિની આકૃતિઓ, ટીપકી લહેરિયા જેવી સુંદર ગૂંથણી ઘેરા લીલા આસમાની રાતાં અને સફેદ મતીથી ભરેલ હોય છે.૭૪
રબારી સુથાર લુહાર સોની બ્રાહ્મણ જેવી કે વારતહેવારે તેમજ શુભ અવસરે ખપ લાગે તેવી જરૂરગી મોતીભરતની ચીજો ભરે છે. માટીકામ
માટીકામના હુરમાં માટીનાં વાસણ રમકડાં નળિયાં ઈંટ ટાઈલ્સ ચીનાઈ માટીની ચીજવસ્તુ વગેરેને સમાવેશ થાય છે. | ગુજરાતના દરેક જિલ્લામાં આ હુન્નર વત્તે ઓછે અંશે જોવા મળે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘરવપરાશનાં માટીનાં વાસણેમાં ગોળી માટલી કુલડી વગેરે બનાવવામાં આવે છે. ક્યારેક એના પર સફેદ અને કાળા રંગથી ભૌમિતિક ડિઝાઈ દેરવામાં આવે છે. કચ્છમાં આ હુન્નરમાં મુસ્લિમ કુંભાર જોડાયેલા છે. એ જીવનજરૂરિયાતનાં વાસણે ઉપરાંત. હુક્કા રમકડાં ઘરની દીવાલનું સુશોભન વગેરેનું કામ કરતા. આ બધાં વાસણના આકાર અને એના પર કરાતા આલેખનમાં સિંધની અસર સ્પષ્ટ વરતાય છે.