Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાએ અને લેાકલા
બાંધણીની ડિઝાઈનેમાં મુખ્યત્વે મીંડાં, ચારસ, ફૂલ, પાંદડાં, પશુ-પક્ષીઓ, ઢીંગલીઓ વગેરે ભૌમિતિક અને કુદરતી ડિઝાઇન કરાતી. બાંધણી મુખ્યત્વે લાલ રંગની બનાવાતી. ઘણી વાર બાંધણીમાં જરીતે ઉપયોગ પણ થતા. બાંધણીના રંગાટ કરવાની બધી જ પ્રથા સૌરાષ્ટ્રના ઘરચોળામાં પણ પ્રચલિત છે,પર
૪૬૫
પાટણમાં પટેાળાં બનાવવાના કસબ ઘણા પ્રાચીન કાલથી હાવાનું મનાય છે. પ્રસ્તુત કાલમાં પણ કેટલાંક સાળવી કુટુંબે આ હુન્નરમાં હતાં. માથાના વાળ કરતાં પણ ઝીણા તાણાવાણાને પ્રથમ બાંધી પછીથી એને વિવિધ રંગેામાં એક એક કરી રંગીન ભાત પ્રમાણે ગેાઠવવામાં આવતી. અનેખા પ્રકારની વણાટની કારીગરીના આ નમૂનામાં શુદ્ધ રેશમ પર ચટાઈ ડિઝાઇનમાં ભૌમિતિક આકૃતિ વિશેષ બનાવવામાં આવતી. આ ઉપરાંત નારી-કુ ંજર પાનભાત ફૂલવાડી ચેકડીભાત અને પશુ-પક્ષીની આકૃતિઓ કરાતી.પક
આમાં રેશમના દ્વારાના ઉપયેાગ કરી વિવિધ રંગાના રેશમના દ્વારા ગૂ×થી તથા વણીને કારીગર વિવિધ ભાત ઉપસાવતા. પટાળાના મૂળ રંગ લાલ પીળા લીલે! કાળા ને સફેદ રખાતા.
જરીકામના હુન્નરમાં ખાસ કરીને ખત્રી રાણા પટેલ અને કણુખી કામા જોડાયેલી હતી. આ હુન્નરમાં ચાંદીના જાડા તાર બનાવી, પછીથી વાળ જેવા નાના પાતળા તારમાં એનુ રૂપાંતર કરી, એને રેશમના તાંતણામાં વણીને જરી બનાવાતી, જરીને સાનેરી બનાવવા એ જાતના ર`ગ ચડાવાતા.
જરીકામના હુન્નરના બે મુખ્ય ભાગ હતા ઃ એકમાં જરી બનાવાતી, જ્યારે ખીજામાં જરીની સાડી ખેાર અને અન્ય ચીજવસ્તુઓ બનતી. જરીમાં કરવામાં આવતી ડિઝાઈને સાદી અને ભૌમિતિક તેમજ ફૂલાવાળી અને પશુ-પક્ષીઓના આકારવાળી કરાતી. સુરતમાં નકલી અને અસલી જરીની એમ બે મુખ્ય જાતા બનતી. એક તા જરીના સાચા તે નકલી દારાએ, જેમાંથી સાડી ભરત, સાડી માર વગેરે બને, જ્યારે અન્ય બનાવટેમાં ટીકી ચળક બાક્કું સાલમા વગેરે બને.૫૪
જેતપુરનું છપાઈકામ માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર દેશમાં જાણીતું હતું. અહી' માટે ભાગે ખત્રી અને છીપા લેાક બ્લાક અને સ્ક્રીન પ્રિન્ટિંગ કરતા, ઉપરાંત મુસ્લિમ પટેલ વગેરે કામો પણ આ કામમાં જોડાયેલી હતી. છાપકામના
३०