Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૩૮
આઝાદી પહેલાં અને પછી
વલ્લભરામ નાયક, વાઘજીભાઈ અને મૂળજીભાઈ ઓઝા, ચંપક લાલા, માસ્ટર કાસમભાઈ મીર, બબુપ્રસાદ કચરાલાલ, શિવલાલ નાયક ઇત્યાદિ નામે ઉલેખપાત્ર છે. આ દિગ્દર્શકે નટોને ગાયન વાદન નર્તન અને અભિનયની તાલીમ આપવા માટે યોગ્ય વ્યવસ્થા કરાવતા હતા. નવા નાટકનું રિહર્સલ કરાવતી વખતે તેઓ સતત હાજર રહેતા હતા અને નાટકની સફળતા માટે પોતાનાથી બનતે પુરુષાર્થ કરતા હતા. આમ છતાં કેટલાંક નાટક લેહચાહનાની દૃષ્ટિએ સફળ થતાં હતાં, તે કેટલાંક સરિયામ નિષ્ફળ પણ જતાં હતાં. કાળબળે નાટક કમ્પનીના માલિકે અને દિગ્દર્શ કેમાં ધંધાદારીવૃત્તિ વધતી ગઈ અને બિનતંદુરસ્ત સ્પર્ધાઓને કારણે વ્યવસાયી નાટક કમ્પનીઓ અને નાની પડતી દશા થઈ. આથમતાં અજવાળાં | ગુજરાતની વ્યવસાયી રંગભૂમિ સે વર્ષનું પૂરું આયુષ ભેગવી શકી નહિ એ ગુજરાતના નાયકલાના ઈતિહાસની કરુણ દાસ્તાન છે. સને ૧૯૩૫ માં શતાબ્દીની ઊજવણી વખતે જે નાટક મંડળીઓ છેલ્લા શ્વાસ લઈ રહી હતી તેઓમાંથી મુંબઈની દેશી નાટક સમાજ બચી શકી અને એને પણ આખરે કરુણ અંજામ આવ્યું. નાટક મંડળીઓની ગળાકાપ બિનતંદુરસ્ત સ્પર્ધા, નાટય-દિગ્દર્શ કેમાં દૂરંદેશીપણને અભાવ, ખર્ચાળ સેટિંગ્સ, ઢંગધડા વિનાના પિશાક અને પ્રકાશના ભપકા, નટ-નટીઓને કૃત્રિમ અભિનય, નટની અને નાટક મંડળીઓના માલિકની વેપારવૃત્તિ, નટોમાં અભિનય અંગેની ગેરસમજ તેમજ નાટક મંડળી પ્રત્યે નિષ્ઠાને અભાવ, ચલચિત્રોનું આક્રમણ, પ્રજાની રુચિનું બદલાતું જતું ઘેરણ ઇત્યાદિ કારણોને લઈને ગુજરાતની વ્યવસાયી રંગભૂમિને મૃત્યુઘંટ વાગે. આમ છતાં એનાં નાટકનાં સંવાદ અને ગીતે, નટ–નટીઓને અભિનય ઇત્યાદિ બાબતોનું સંભારણું રંગભૂમિના રસિયા પ્રેક્ષકે આજે પણ વાગોળતાં થાક્તા નથી. વ્યવસાયી રંગભૂમિના જમા પાસાની છણાવટ કરતી વેળા ગુજરાતી રંગભૂમિની સવા શતાબ્દીની ઉજવણી પ્રસંગે શ્રી ચંદ્રવદન મહેતાએ કહેલું: “એક યા સવા વર્ષની ગુજરાતી રંગભૂમિમાં કશે કસ જ નહોતે એવું કહેનારા જરા થંભે. એ વડવાઓએ કઈ પ્રાગે કરવાના બાકી નથી રાખ્યા. એમણે જે ગીત-ગાયકીની વૈવિધ્યભરી બાંધણીએ બાંધી આપી છે. સંગીતની ઝાલરો વિકસાવી છે, ધ્રુપદ-ગાયકીના વિસ્તરતા ચંદરવા બાંધી આપ્યા છે. સંગીતનાં જે શિખરો સર કર્યા છે એની ખૂબીઓ તે જે જાણે તે જ માણે. માણીગર માણી ગયા છે. એ ઘાટમાટ તે