Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
લલિત કલાઓ
૪૩
ભાભી' ઇત્યાદિ નાટક રજૂ કર્યા હતાં. સુરતની અવેતન નાટયની કલાપ્રવૃત્તિ વિકસાવવામાં સર્વશ્રી ચંદ્રવદન મહેતા, બંકુ લાલા, ભાનુભાઈ આર્ય, વાઁદ્ર વ્યાસ, ચંદુ દરુ, શિવપ્રસાદ લાલા, ધનસુખલાલ મહેતા, ચંદ્રવદન ભટ્ટ, મધુકર રાંદેરિયા, વજુભાઈ ટાંક, ડે. રતન માર્શલ, ચંદ્રવદન કાપડિયા, હકુમત દેસાઈ, તિ વૈદ્ય વગેરેને ફાળે ઉલ્લેખનીય છે.
સૌરાષ્ટ્રમાં પણ આ સમયગાળામાં અવેતન નાટયપ્રવૃતિ શરૂ થઈ હતી, જેના સૂત્રધાર સર્વશ્રી રમણલાલ યાજ્ઞિક, ડી. પી. જોશી, હરકાંત શુકલ, ગિજુભાઈ વ્યાસ, જયશંકર માસ્તર, હરસુખ કિકાણું વગેરે હતા. આશરે સને ૧૯૩૫ માં સૌરાષ્ટ્ર કલા રસોત્સવ મંડળની સ્થાપના કરવામાં આવી અને અવેતન નાટયપ્રવૃત્તિને વ્યસ્થિત રૂપે આપવામાં આવ્યું. શ્રી વજુભાઈ ટાંકની નાટપ્રવૃતિ આ મંડળથી શરૂ થઈ હતી અને એમણે પ્રથમ ત્રિઅંકી ઐતિહાસિક નાટક “પેશ્વાઈ પતન” રાજકોટમાં રજૂ કર્યું અને ત્યાર બાદ “પરિવર્તન” “ફૂલમાળ” “સમર્પણ” ઇત્યાદિ નાટક ભજવ્યાં. અવેતન નાટ્યપ્રવૃતિનો વિકાસ થતાં સને ૧૯૪૦ ની આસપાસ “સૌરાષ્ટ્ર કલા કેંદ્ર'ની સ્થાપના કરવામાં આવી, જેના ઉપક્રમે “ધરતીને સાદ” “મારે પરણવું છે” “જાગતા રહેજે” “ભૂદાન” “એ આવજો” “ઊગ્યું પ્રભાત” ઘરને દીવો' “રમકડાંની દુકાન “મંગલમંદિર' સેનાને સૂરજ' “અલ્લાબેલી માનવતાની મૂતિ' ઇત્યાદિ નટિકે ભજવાયાં. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ “સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીની સ્થાપના કરવામાં આવી કે જેના ઉપક્રમે શ્રી ચંદ્રવદન મહેતાનું નાટક “શેતલને કાંઠે ભજવાયું જેને ધાર્યા કરતાં ઘણું સફળતા પ્રાપ્ત થઈ.
આ બધાં નગરો ઉપરાંત નવસારી ભરૂચ નડિયાદ ભાવનગર જામનગર ઈત્યાદિ શહેરોમાં અવેતન નાટ્યપ્રવૃત્તિ કરનારી કલબ અને સંસ્થાઓ હતી કે જેઓએ અવેતન નાટયપ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હતું.
પાદટીપ 7. 'Art in Bombay,' Bombay Art Society Diamond Jubilee
Souvenir (BASDJS), 1888-1948 ૨. “60 Years of Bombay Art Society, BASDJs, 1888–1948 ૩. રવિશંકર રાવળ, “ગુજરાતની સાંપ્રત ચિત્રકળાનું વિહંગાવલેકન”, “કુમાર”
(કલા અંક), વર્ષ ૪૪, સળંગ અંક પ૨૮, પૃ. ૪૧ ૪. “Art in Bombay', BASDJs, 1888-1948