Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાએ અને લોકકલાએ
૪૫૯
‘વકીલ આદરાન’નું સ્થાપત્યકીય સ્વરૂપ અવલેાકીએ.૪૬ (જુએ આલેખ ૧.) આ અગિયારી ખમાસા ગેટની ઉત્તરે બુખારી મહેલે જવાના રસ્તે ડૅા, ધનજીશાહ એદલજી અ'કલેરિયા મેારિયલ હોલને અડીને પશ્ચિમાભિમુખે આવેલી છે. મૂળમાં આ અગિયારી શેઠ ખરશે∞ બહેરામજી નાણાંવટીએ ‘આતશે દાદગાહ' સ્વરૂપે બંધાવેલી (સને ૧૮૭૭). તેને ૧૮૮૪માં શેઠ નવરાજજી વકીલ અને જહાંગીર વકીલે ‘આતશે આદરાન’માં વિસ્તાર કર્યા અને એ જ પિરવાર તરફથી ૧૯૩૩માં એમાં બધી સુવિધાએ ઉમેરાતાં તેનું અદ્યતન સ્વરૂપ અસ્તિવમાં આવ્યું. આ ‘વકીલ અર્જુમન આદરાન’ વિશાળ ચેાગાનવાળી, માળ વિનાની, બેઠી બાંધણીની છાપરાયુક્ત ઇમારત છે, અગિયારીની મુખ્ય ઈમારત ચેાગાનની મધ્યમાં છે, જ્યારે ચેગાનની ઉત્તરે બે મજલાવાળું મકાન છે, જેમાં ભોંયતળિયે અમદાવાદ પારસી પંચાયતનું કાર્યાલય કામ કરે છે અને ઉપલે મજલે મેાભેદ સાહેબના ઉપયાગ માટે છે. ચેાગાનના દક્ષિણ છેડે હૈં। અંકલેસરિયા મેમોરિયલ હૉલમાં જવાને દરવાજો છે.
અગિયારીના મકાનના મહેારા પર મધ્યભાગમાં આરસની તકતી પર મઢેલાં ચળકતી ધાતુનાં આફ્રિનગાન્યા (અગ્નિપાત્ર), ક્રેાહર (આત્માનું પક્ષી સ્વરૂપનુ પ્રતીક) તેમજ સૂર્ય અને તારાનાં ધર્મ-નિશન ધ્યાન ખેંચે છે. પગથિયાં ચડતાં વરડામાં પ્રવેશાય છે, જેનો ડાબી ભીંતે દાતાઓનાં નામ ધરાવતી તકતીએ અને અગિયારીને લગતા શિલાલેખ છે. વરંડામાં ખેસવ! માટેના બાજઠ (બાંકડા) રાખેલા છે. આદરાનમાં પ્રવેશ કરતાં એક વિશાળ પ્રાર્થનાખંડ આવે છે. આ મુખ્ય પ્રાર્થનાખંડના ઉપયોગ પ્રાર્થના ઉપરાંત ખેસણું અને સભાને માટે પણ થાય છે. આ પ્રાર્થનાખંડના ઉત્તર છેડે ઉવી સગાહ નામે ઓળખાતા ક્રિયાકામા માટેને એરડા આવેલા છે, જેમાં ૧૦૩ વર્ષ પસાર કરી ચૂકેલા પાક આતશે દાદગાહ (નાણુ વટીવાળા મૂળ આતશે દાદગાહ) રાશન રાખેલ છે.૪૭ પ્રાર્થના ખંડના દક્ષિણ છેડે ગુંબજ સાથેના મુખ્ય કેબલે(અગ્નિખંડ) છે, જ્યાં લગભગ દેઢ મીટર ઊંચા તખ્ત ઉપર માટા જર્મન સિલ્વરના આફ્રિનગાન્યા ઉપર પાક આતશે આદરાન પાંચે પહેાર સત્કાર પામે છે ત્યારે ઘંટાનાદથી વાતાવરણ ગૂંજી ઊઠે છે. ક્રેબલામાં માખેદ કે દસ્તૂર સાહેબે સિવાય કાઈ પ્રવેશી શકતું નથી.
મજકૂર પ્રાર્થનાખંડમાં વી સગાહની દક્ષિણે બહાર · જસનગાહ(મરણાત્તર ક્રિયા) માટેની જગ્યા તેમજ યજ્ઞસ્થળ છે. મુખ્ય કેબલાની સમીપ પૂભાગમાં કરેલી પરસાળને મુકતાદ એટલે કે શ્રાદ્ધ માટે ઉપયોગ થાય છે, જ્યાં ફાહરની