Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલાઓ
૪૫૫
સમુદ્રતટ પર આવેલું સોમનાથનું આ ભવ્ય મહામંદિર તલમાન અને ઊર્ધ્વમાનમાં તેના મૂળ મંદિરની નાગર શૈલીને અનુસરે છે. (જુઓ પટ્ટ ૧૯, આ. ૪૫.) તલમાનમાં ગર્ભ ગૃહ, તેની સન્મુખ ગૂઢમંડપ, તે બંને અંગને જોડતા અંતરાલ, અને ગૂઢમંડપમાંથી ત્રણ બાજુએ કાઢેલી શણગારચોકીઓની રચના છે. ગર્ભગૃહની ટોચે ૧૭૫ ફૂટ (૫૩. ૩૪ મીટર) ઊંચું શિખર કરેલું છે, જ્યારે ગૂઢમંડપને સંવરણ પ્રકારનું વિતાન ઢાંકે છે. મંદિરના મંડોવરની દીવાલમાં ભદ્ર, રથ, પ્રતિરથ વગેરેમાં બધાં અંગેનું સુંદર સંયોજન થયું છે. આ ત્રિભૂમિક પ્રાસાદમાં ઉપર જવા માટે તેના મંડપના પડખામાં ચક્રીદાર સીડી કરેલી છે. ઉપલા મજલે પુરાણું મંદિરના અવશેષ પ્રદર્શનરૂપે ગોઠવેલા છે.૩૦
મેરખીનું મણિમંદિર વસ્તુતઃ મંદિર અને સચિવાલય ધરાવતું સંકુલ છે. મૂળમાં વાઘજી મહેલ અને વીલિંગ્ડન સચિવાલય કરવા માટે આ ઇમારત-સંકુલ બાંધવાની શરૂઆત ત્યાંના રાજા વાઘજી ઠાકોરે કરેલી. પરંતુ એમના ઉત્તરાધિકારી લખધીરસિંહજીએ એમાંના મહેલને મંદિર-સમૂહમાં ફેરવી સચિવાલયવાળો ભાગ યથાવત રાખે. મધ્ય ભાગમાં મંદિર-સમૂહની રચના કરવામાં આવી અને એમાં ભારતમાં પ્રચલિત નાગર તેમજ દ્રવિડ શૈલીનાં શિખર કરવામાં આવ્યાં. તેમાં લક્ષમીનારાયણ, મહાકાલી માતા, મહાદેવ, રણછોડજી અને રાધાકૃષ્ણની મૂતિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. એ સિવાયને ફરતે મુખ્ય ભાગ સચિવાલયરૂપે બાંધવામાં આવ્યું છે.'
અમદાવાદમાં ગીતા મંદિર આસ્ટોડિયા દરવાજા બહાર શાહઆલમના રસ્તે આવેલું છે. આ મંદિરમાં પ્રાચીન અને નવીન સ્થાપત્ય-શૈલીનું સંયોજન થયું છે. પૂર્વાભિમુખ ઊભેલા આ ત્રિભૂમિક મંદિરના ભવ્ય પ્રવેશદ્વાર (બલાનક) ઉપર ઊંચું ઘંટા-ટાવર નજરે પડે છે. એ બલાનાની બહારની દીવાલ પર, ગીતામાં નિરૂપિત ધાર્તરાષ્ટ્ર સેનાના અભિરક્ષક ભીષ્મની અને પાંડવ સેનાના અભિરક્ષક ભીમની ભવ્ય ઉજંગ પ્રતિમાઓ ઊભી કરેલી છે. બલાનકમાં થઈને નાના ખુલ્લા ચોકમાં જવાય છે. તે ચેકને પશ્ચિમ છેડે વિશાળ મંડપની રચના છે. છેક અંદરના ભાગમાં વ્યાસપીઠ કરેલી છે, જેની મુખ્ય દીવાલ ૩૦ ફૂટ X ૨૦ ફૂટ(૯૪ ૬ મીટર)નું અર્જુનને ગીતાને ઉપદેશ કરતું ભવ્ય ચિત્ર આવરે છે. વ્યાસપીઠ પર બે ભવ્ય મૂર્તિઓનાં દર્શન થાય છે. એમાં ડાબી બાજુ પક્ષી સ્વરૂપના ગરુડની પીઠ પર સવાર થયેલ વિષ્ણુના ચાર હાથ પૈકીના ઉપરના બેમાં ચક્ર અને શંખ તેમજ નીચલા હાથ અભય અને વરદ મુદ્રામાં છે. જમણી બાજુની પ્રતિમા પુરુષોત્તમ ભગવાનની છે. એમાં આસનપીઠ પર પ્રલંબપાદ કરીને બેઠેલા દેવના ઉપરના બે