Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
લલિત કલાઓ
४४७
સરસ્વતી સંગીત વિદ્યાલય
પંડિત ખરે સાહેબના પુત્ર શ્રી રામચંદ્ર ખરેએ અમદાવાદમાં રાયપુર ખાતે ૧૯૪પ થી મહાદેવના મંદિરમાં સરસ્વતી સંગીત વિદ્યાલયના નામે સંગીત શીખવવાના વર્ગ શરૂ કર્યા હતા, જે ૧૯૩૮ માં બંધ થયા. સરસ્વતી સંગીત કેન્દ્ર
આ કેંદ્ર મુંબઈથી તાલીમ લઈને આવેલા અંધ સંગીત શિક્ષક ઓચ્છવલાલ શાહે ૧૯૪૪ માં અમદાવાદમાં રાયપુરમાં શરૂ કર્યું. શ્રી શાહ દિલરૂબાના અચ્છા વાદક હતા. તેઓ સિતાર હાર્મોનિયમ તબલા વાલીન વગેરે વાદ્યોનું શિક્ષણ આપતા.9 સંગીત વિદ્યાલય
૧૯૪૦માં રાજકોટની રાષ્ટ્રિય શાળામાં સ્થપાયેલા સંગીત વિદ્યાલયના ઉપક્રમે સુગમ સંગીત શાસ્ત્રીય સંગીતના ગાયન-વાદનના વર્ગ ચાલતા. સમયે સમયે નાટ્ય અને નૃત્યના વર્ગ પણ શરૂ થયા હતા. આજે આ સંસ્થા “સંગીત મહાવિદ્યાલય તરીકે ઓળખાય છે.’ ભાતખ3 સંગીત મહાવિદ્યાલય
ભારતીય સંગીતની ઉત્તર હિંદુસ્તાની પદ્ધતિને પૂર્ણ શાસ્ત્રીય રૂપને પરિચય કરાવવાના આશયે અમદાવાદમાં ૧૯૪૮ માં ભાતખંડે સંગીત મહાવિદ્યાલય સ્થપાયું. આ સંસ્થા ૧૯૫૮ માં બંધ થઈ. મ્યુઝિક કોલેજ
ઈ. સ. ૧૮૮૬માં વડોદરામાં સંગીત શાળા શરૂ થઈ હતી. ૧૯૪૮ માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી શરૂ થતાં આ સંગીત શાળા તેની સાથે જોડી દેવાઈ, જે આજે College of Indian Music & Dance (યુઝિક કોલેજ) તરીકે ઓળખાય છે. અહીં શરૂઆતમાં સંગીત અને નૃત્યના વર્ગ શરૂ થયા અને પાછળથી નાટયની તાલીમ પણ અપાવા લાગી. આજે સંગીત, નૃત્ય અને નાટમાં ડિગ્રી અને ડિપ્લોમાના અભ્યાસક્રમ ચાલે છે. ચાર વર્ષ સંગીતનૃત્યમાં સ્નાતક કક્ષાએ અને બે વર્ષ અનુસ્નાતક કક્ષાએ થતા અભ્યાસ અનુક્રમે
બી. યુઝ” અને “એમ. યુઝ.' કહેવાય છે ૧૦ આકાશવાણી
મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ૧૯૪૭ માં “ધી ડાયમંડ જ્યુબીલી બ્રોડકાસ્ટીંગ સ્ટેશન” નામે રેડિયો સ્ટેશનની શરૂઆત કરી.