Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
ભાષણા દ્વારા શરૂ કરી. ધધાદારી નાટક મ`ડળીઓ કે જે વિકૃત રીતે નાટકો ભજવતી તેની સામે શ્રી ચંદ્રવદન મહેતાએ ખુલ્લે બળવે પાકાર્યો. આ જેહાદને કારણે ગુજરાતનાં ઘણાં શહેરી અને નગરામાં શિક્ષિત યુવક નાટક માટે ઍમચ્યોર સંસ્થા શરૂ કરવા આગળ આવ્યા. સને ૧૯૩૦ પછીના ખે દાયકામાં મુંબઈ અમદાવાદ સુરત વડેાદરા નડિયાદ રાજકોટ ભાવનગર જામનગર ઇત્યાદિ સ્થળાએ અવેતન કલામ ડળાના જન્મ થયા. આ મંડળા દ્વારા જે નાટકા, એકાંકી દ્વિઅંકી ત્રિઅંકી રજૂ થયાં તેને કારણે ગુજરાતની પ્રજાને શિષ્ટ સાહિત્યિક નાટકો માણવાની તક મળી.
૪૪૦
અવેતન રંગભૂમિની પ્રવૃત્તિ માટે લખાયેલ અને જૂની રંગભૂમિ સામેના વિરોધમાં ભજવાયેલ ‘અખા’ નાટક સૌથી પ્રથમ ગણાય. એ ભજવાયું ૧૯૨૭ માં. એમાં ભાગ લેનાર હતાં : ડૉ. યેધ, ગિરધરલાલ કાટક, કેશવપ્રસાદ દેસાઈ, જયંતકુમાર ભટ્ટ, કમલકાંત લેહાણા, સનતકુમાર વીષ્ણુ, નિર્ભય ઠાકર, ભગવાનલાલ ગાંધી, જિતુભાઈ મહેતા અને સરલા બાનરજી. આ નાટકને પરિણામે એક ઉચ્ચ કક્ષાની અભિનેત્રી અવેતન ર'ગભૂમિને સાંપડી અને એ સરલા બાનરજી,૩૬
આ અવેતન સસ્થાઓએ ભજવેલ નાટકાને ઉલ્લેખ કરવા જરૂરી હાઈ એની વિગતા ટૂંકમાં નીચે પ્રમાણે તારવી શકાય :
મુંબઈમાં ભટ્ટી સેવા સમાજે નાટયકાર કવિ જામનનાં નાકા વીસમી સદી' વિનાશ પંથે' ‘કાળી વાદળી’ ‘કાલેજિયન’ ‘વાસનાનાં વહેણુ’ નવું જૂનુ’ ઇત્યાદિ નાટક રજૂ કર્યાં. શરૂઆતમાં ઍમાર નાટકો ભજવવાની પ્રવૃત્તિમાં જામનભાઈ, રત્નસિંહ મામા, સુંદરદાસ, પ્રાગજી ડાસા વગેરે સક્રિય બન્યા હતા. શ્રી બાજીભાઈ મન્ટ જે અવેતન સંસ્થા ચલાવતા હતા એમણે ‘નેપેલિયન’ નામનું નાટક ભજવેલું, મૂળરાજ કાપડિયાં નરુલા સેવા સમાજ' ચલાવતા અને ‘સુંદર શ્યામ' ગ્રેજ્યુએટ' ‘બસૂરી વીણા' દૈઋષિત ક્રાણુ ?’ ઇત્યા;િ નાટક ભજવેલાં. આ નાટક વ્યવસાયી રંગભૂમિની પરંપરા મુખ્ય લજવાતાં હતાં. મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના કલા-કેંદ્ર દ્વારા કનૈયાલાલ મુનશીએ પણ અવેતન નાચપ્રવૃત્તિને પ્રાત્સાહન આપ્યું. સશ્રી ચંદ્રવદન મહેતા, ધનસુખલાલ મહેતા અને જ્યાતીન્દ્ર દવે જેવાઓના એએને સાથ મળ્યો. આ કલા-કેંદ્ર તરફથી ભજવાતાં નાટકામાં સર્વાંશ્રી ચંદ્રવદન ભટ્ટ, મધુકર રાંદેરિયા, ડેં, આર. કે. શાહ, ક્રાંતિ સંધવી વગેરેએ સફળતાપૂર્વક ભૂમિકા ભજવી. એમણે ભજવેલ નાટકામાં ચંદ્રવદન મહેતાનાં ‘આગગાડી' ‘નાગા બાવા' ‘આરાધના' ‘મૂંગી સ્ત્રી' ‘અખા' પ્રેમનું મેાતી' ‘પાંજરાપોળ' ઇત્યાદિ મુખ્ય હતાં. ઉપરાંત શ્રી ક. મા મુનશીનાં