Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
લલિત કલાઓ
૪૨૯
નાટયમનાં સુભલક્ષ્મી અને શ્રીમતી લીલા ગડકર વગેરેનાં નૃત્યો રજ થયાં હતાં. અમદાવાદમાં એલિસબ્રિજ આરોગ્ય સમિતિના સંગીત નૃત્ય નિકેતનના ઉપક્રમે ૧૯૩૮ થી લગભગ ૧૯૫૦ સુધી વિવિધ નૃત્યશૈલીથી મિશ્રિત એવાં નૃત્ય સામાન્ય જનતા માટે જતાં રહ્યાં
આ સદીના ૫ મા-૬ દાયકા દરમ્યાન શહેરોમાં શ્રીમંત અને ઉચ્ચ મધ્યમ વર્ગનાં કુટુંબમાં શાસ્ત્રીય નૃત્યોની તાલીમ લેવાની સભાનતા કેળવાઈ. મુંબઈ વડોદરા રાજકોટ અને અમદાવાદમાં ભરતનાટયમ, મણિપુરી કથકલ કુચીપુડી કથકલી વગેરે નૃત્યપરંપરાનું શિક્ષણ શરૂ થયું. વડોદરામાં કુબેરનાથ તારકર, અંજલિબહેન મેઢ, અમદાવાદમાં મૃણાલિની સારાભાઈ, ચાતુની પાનીકર વગેરે નૃત્યવિદોએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા નૃત્યની તાલીમ આપવી શરૂ કરી. શ્રીમતી મૃણાલિની સારાભાઈએ અમદાવાદમાં ૧૯૪૯માં “દર્પણ” નામની સંસ્થા શરૂ કરી. શરૂઆતમાં નૃત્યના કાર્યક્રમ આપવા શરૂ કર્યા અને થોડાં વર્ષ બાદ તાલીમવર્ગ પણ શરૂ કર્યા. ૧૯૬૦માં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની સ્થાપના થતાં લોકનૃત્યમંડળીઓને અને શાસ્ત્રીય નૃત્યની તાલીમ આપતી સંસ્થાઓને રાજ્ય સરકાર ગ્રાન્ટ આપી નૃત્યપરંપરાને જીવંત રાખવા પ્રયત્નશીલ છે.
૪. નાટયકલા : વ્યવસાયી અને અવેતન ગુજરાતના ઇતિહાસના આ સમયગાળામાં છેલ્લા પાંચ દાયકાઓમાં નાટ્યકલાઃ વ્યવસાયી અને અવેતન તથા રંગભૂમિને જે વિકાસ થયો છે તે જોતાં કહી શકાય કે ભારતના કોઈ પણ બીજા પ્રદેશની સરખામણીમાં આ ક્ષેત્રમાં ગુજરાત ઊણું રહ્યું નથી. છેલ્લા પાંચ દાયકાઓમાં રંગભૂમિ ઉપર જે નાટકે રજ થયાં તેઓનાં મથાળાં અને વિષયવસ્તુ જોતાં કહી શકાય કે ગુજરાતની રંગભૂમિ જગતની રંગભૂમિની સમાંતરે ચાલી છે. બે વિશ્વયુદ્ધોને કારણે માનવસમાજમાં જે પરિવર્તન આવ્યું અને મનુષ્યને જે પરિસ્થિતિને સામને કરવાને આવ્યો તેનું પ્રતિબિંબ આ નાટકમાં પડેલું જોવા મળે છે. પશ્ચિમની સભ્યતાના પરિચયથી જે કલાવાદ અને નાસ્વરૂપ ભારતમાં વિકસ્યાં તેને પડઘો ગુજરાતની અભિનયકલા અને રંગમંચની કલા પર પડ્યો છે. આ ગાળામાં વડોદરામાં મ. સ. યુનિવર્સિટીની ફાઈન આર્ટીસ ફેકલ્ટીમાં નાટ્યવિદ્યાનો અભ્યાસક્રમ શરૂ થયુ તેમજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભામાં નાટ્યવિદ્યા–મંદિરની સ્થાપના થઈ, સ્વતંત્રતા બાદ જૂના મુંબઈ રાજયમાં સરકાર તરફથી સંગીત-નાટક અકાદમીની સ્થાપના થઈ. સૌરાષ્ટ્રમાં પણ