Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૩ર
આઝાદી પહેલાં અને પછી
સમયે જે રંગભૂમિની જાહેરજલાલી એની પ્રતિષ્ઠાની ચરમસીમાએ પહોંચી હતી તે રંગભૂમિ અભ્રષ્ટ-ભ્રષ્ટ બની ગઈ. આમ છતાં આ રંગભૂમિએ એના કટકટીના સમયમાં પણ કેટલાંક ઉત્તમ નાટકે નટે દિગદર્શકે અને સંગીતકારો આપ્યા એની નેધ લીધા વિના આ ઈતિહાસ અધૂરો ગણાશે.
વ્યવસાયી રંગભૂમિની આ નાટકમંડળીઓની વિગતે “ગુજરાતી નાટ્ય”માં પ્રસિદ્ધ થયેલી લેખમાળા ‘ઇતિહાસની દૃષ્ટિએ જેનું સંપાદનકાર્ય શ્રી જયંતીલાલ ર. ત્રિવેદીએ કર્યું છે તેના પરથી તેમજ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની આત્મકથા “સ્મરણમંજરી” શ્રી પ્રભુલાલ ત્રિવેદીનાં સંસ્મરણોનું પુસ્તક “રંગદેવતાને ચરણે અને એમને કાવ્યસંગ્રહ બોરસલી, શ્રી જયશંકર સુંદરીની આત્મકથા “ડાંક આંસુ ચેડાંક ફૂલ', શ્રી અમૃત જાનીની આત્મકથા “અભિનયપંથે' અને શ્રી પ્રાગજી ડોસાના,' તખતે બોલે છે' : ભાગ ૧-૨ ઈત્યાદિ પરથી પ્રાપ્ત થાય છે. આ નાટકમંડળીઓને સિલસિલાબંધ આધારભૂત ઇતિહાસ લખવાનું બાકી છે.
વીસમી સદીના પ્રથમ છ દાયકાઓમાં જે નાટકમંડળીઓ ગુજરાત-સૌરાષ્ટ્રમાં નાટક ભજવતી હતી તે બધીનાં નામ અહીં આપવાં મેગ્ય નથી, પરંતુ જે મંડળીઓ લાંબે સમય ટકી રહી હોય તેઓને ઉલેખ જરૂરી છે. આ નાટક મંડળીઓમાં વિકટોરિયા નાટક મંડળી, આફ્રેડ નાટક મંડળી, ન્યૂ આફ્રેિડ નાટક મંડળી, મુંબઈ ગુજરાતી નાટક મંડળી, ધ ખટાઉ આઘેડ થિયેટ્રિકલ કમ્પની, ધ ખટાઉ થિયેટ્રિકલ કમ્પની, આર્ય સુબોધ નાટક મંડળી, પાલીતાણા ભક્તિપ્રદર્શક નાટક કમ્પની, શ્રી દેશી નાટક સમાજ, શ્રી કચ્છ નીતિદર્શક નાટક સમાજ, શ્રી લક્ષમીકાંત નાટક સમાજ, ન્યૂ લક્ષ્મીકાંત નાટક સમાજ, આર્યનનૈતિક નાટક સમાજ, શ્રી વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક કમ્પની, શ્રી ચેતન નાટક સમાજ, શ્રી સરોજ નાટક સમાજ, શ્રી આર્યોદય નાટક સમાજ, શ્રી ધર્મપ્રચારક નાટક સમાજ, શ્રી લક્ષમી કલા કેંદ્ર ઇત્યાદિને ગણાવી શકાય. આ નાટકમંડળીઓ ધાર્મિક પૌરાણિક ઐતિહાસિક અને સામાજિક નાટક ભજવતી હતી. આ બધી નાટકમંડળીઓમાં ભજવાતાં નાટકની વિગતો આપવી જરૂરી નથી, પરંતુ કેટલીક બેંધપાત્ર નાટકમંડળીઓમાં ભજવતાં નાટકોની યાદી અહીં આપી છે કે જેથી કથાવસ્તુને ખ્યાલ આવે ઃ શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી
કુલિન કાંતા અથવા વનરાજ વિજય, શાકુંતલ, હરિશ્ચંદ્ર, રાજબીજ, કુંદાળા, નળ-દમયંતી, માનસિંહ, સુંદર વેણી, દુઃખી ભાઈબહેન, મેવાડને