Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
४30
આઝાદી પહેલાં અને પછી સંગીત નાટક અકાદમીની સ્થાપના થઈ, શ્રી ચંદ્રવદન મહેતા જેવા કુશળ નટ દિગ્દર્શક અને રંગદેવતાના આજીવન ઉપાસક ગુજરાતને મળ્યા, શ્રી જયશંકરભાઈ ભોજક (સુંદરી) જૂની રંગભૂમિમાંથી નિવૃત્ત થઈને ગુજરાત વિદ્યાસભામાં નાટ્યવિદ્યામંદિરના નિયામક તરીકે જોડાયા, મુંબઈમાં ઈન્ડિયન નેશનલ થિયેટરની સ્થાપના, ગુજરાતી રંગભૂમિની શતાબ્દી વખતે ગુજરાતી નાટયમંડળની સ્થાપના અને “ગુજરાતી નાટય” નામના માસિકનું પ્રકાશન, ગુજરાતની યુનિવર્સિટીઓ અને કૅલેજોમાં ઉજવાતા યુવક-માવો અને વાર્ષિ કેત્સના રસેસ, ઇત્યાદિ પરિબળાએ આ સમયગાળાની ગુજરાતની નાટ્યપ્રવૃત્તિને જીવંત રાખી છે.
આફ્રિકાથી ૧૯૧૪ માં રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનું ભારતમાં આગમન એ ભારતના અને ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની મહત્વની ઘટના ગણાય છે. ભારતમાં આવીને એમણે જે સ્વાતંત્ર પ્રાપ્તિ માટેની રાષ્ટ્રિય ચળવળ ઉપાડી તે માટે એમણે સ્વદેશી ચીજ-વસ્તુઓને આગ્રહ અને હરિજન-ઉદ્ધારને મહત્વ આપ્યું. એનું પ્રતિબિંબ ગુજરાતી નાટકોમાં પડેલું જોવા મળે છે. દેશી નાટક સમાજ દ્વારા ભજવાયેલા કવિશ્રી પ્રભુલાલ દ્વિવેદીનાં “અરુણોદય ‘સર્વોદય સ્વાશ્રય” તેમજ શ્રી શિવકુમાર જોશીનું “અંધારાં ઉલેચો' ઇત્યાદિ ઉદાહરણરૂપે અહીં ટાંકી શકાય. રેટિયા અને સ્વદેશી દ્વારા દેશોદ્ધારને રાષ્ટ્રપિતા ગાંધીને વિચાર રંગભૂમિનાં નાટકનાં ગીતમાં પણ ઝિલાયે છે. “નવચેતન” નાટકના એક ગીતની પંક્તિ આ પ્રમાણે છે :
“રૂડે રેટિયે રે! અમારા રેટિયે રે .
કરશે દેશ તણે ઉદ્ધાર.” રાષ્ટ્રપિતા ગાંધીજીની રાષ્ટ્રિય ઐક્યની ભાવને શ્રી મનહર વરતેજવાળાના નાટક “સ્વદેશસેવા’ના એક ગીતમાં આ પ્રમાણે ઝિલાઈ છેઃ
અમે સૌ એક ઝાડની ડાળ,
નથી જુદાઈ – અમે સૌ ભાઈ, હિંદુ મુસલમાન, પારસી યહૂદી,
ખ્રિસ્તી જાત અનેક; જાત જુદી રહી છે. અમારી,
પણ અંતર છે એક .. અમે.” અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા ગાંધીજીએ જે દાંડીકૂચ આરંભી તેને પડશે પણ શ્રી દેવદત્ત તારકસના નાટક “વિજયડંકોમાં પડેલે જણાય છે. આ નાટકના એક ગીતની પંક્તિ આ પ્રમાણે ગવાતી :