Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પ્રકરણ ૯
કેળવણી
(૧) આઝાદી પહેલાં શિક્ષણને પ્રસાર તથા વિકાસ
ઓગણીસમી સદીમાં અંગ્રેજી શિક્ષણને પ્રચાર થતાં પાશ્ચાત્ય વિચાર સાહિત્ય અને સંસ્કૃતિનું આક્રમણ શરૂ થયું અને એમાંથી આપણા સમાજજીવનમાં નવ જીવનને સંચાર થશે.'
વીસમી સદીના પ્રથમ દસકામાં લેડ કર્ઝનની નીતિથી એની સામે દેશમાં એક જોરદાર રાષ્ટ્રવાદ જાગ્રત થયે. આ રાષ્ટ્રવાદે શિક્ષણને બને તેટલું ભારતીય બનાવવાની માગણી કરી. માતૃભાષાને અગત્ય આપવાની તથા ઈતિહાસને રાષ્ટ્રભાવના અને ભારતીય દષ્ટિથી શીખવવાની માગણી ઊઠી. વીસમી સદીના આરંભમાં હિંદની અને ગુજરાતની અસ્મિતાને ઉદય થ અને રાષ્ટ્રિય શિક્ષણના પ્રાગ થયા.
નવી (સરકારી) કેળવણીમાં માહિતી સંગ્રહ જેવું જ્ઞાન અપાતું. શિક્ષણ લેનારની બુદ્ધિ વિકસે કે એની શક્તિ પૂરેપૂરી ખીલે એવી ખાસ વ્યવસ્થા એમાં નહતી. વળી, બૌદ્ધિક વિકાસ પ્રતિ જેટલું લક્ષ્ય અપાતું તેટલું એમને ઉદ્યોગધંધા, વેપાર – રોજગાર, વિજ્ઞાન-યંત્રવિદ્યા, ખેતી અને ક્લાકૌશલનું શિક્ષણ આપવાની કશી જ તજવીજ થતી નહિ, માત્ર સરકારને ઉપયોગી થઈ પડે તેવા કારકને ઊભા કરવા એ જ અંતર્ગત હેતુ એમાં દષ્ટિગોચર થતો.
એ શિક્ષણ-પદ્ધતિમાં વધારે શોચનીય બીના એ હતી કે વિદ્યાર્થીમાં દેશના ગૌરવ માટે માન અને પ્રેમ ઊપજે એવું કંઈ પણ શીખવાતું ન હતું. પરદેશનાં ઈતિહાસ સાહિત્ય અને સંસ્કૃતિથી આપણે વિદ્યાથી વાકેફ હેય, પણ હિંદના ઇતિહાસના મહત્ત્વના બનાવો, એના સાહિત્યના અમરગ્રંથ, કે દેશનિર્માતા એવા મહાપુરુષોનાં ચરિત્રોથી એ અજાણ હોય. વળી, તટસ્થતાને નામે જીવનને ઉન્નતિ અને સુખશાંતિના પંથે દેરતા ધમના શિક્ષણને ચાલુ કેળવણીમાંથી બકાત રાખીને આપણી પ્રજાને પારાવાર નુકસાન પહોંચાડવામાં આવ્યું.