Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ
૩૭પ
- જેસલમેરના રાજકુમાર ચતુરસિંહ (વિ. ૧૪૫૧-૧૫૫૯) નર્મદાકાંઠે કબીરવડવાળી જગ્યાએ કબીર પાસે દીક્ષા લીધા પછી “જ્ઞાનીજી” તરીકે ઓળખાયા. એમની દૃષ્ટિએ રામ-કબીરમાં કોઈ અંતર નહોતું એટલે એ અને એમના અનુયાયીઓ “રામકબીર” બોલતા. એમને રામકબીર સંપ્રદાય બને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આ સંપ્રદાય પાટીદારોમાં વિશેષ પ્રવર્તે છે. કચ્છ અને સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓમાં એને પ્રચાર છે. જીવણજી મહારાજે (સં.૧૬૪૯ઈ.સ. ૧૫૯૨-૯૩) રામકબીર સંપ્રદાયને “ઉદા-સંપ્રદાય એવું નામ આપ્યું. આ સંપ્રદાયના અનુયાયીઓને “ઉદાભકત' કહે છે.૧૨ - રામકબીર સંપ્રદાયની પદ્મનાભ-પરંપરામાં થઈ ગયેલા સંત ભાણદાસ(ઈ.સ. ૧૬૯૭–૯૮ થી ઈ.સ. ૧૭૫૪–૫૫) અને એમના શિષ્ય રવિસાહેબ (ઈ.સ. ૧૦૨૬-૨૭ થી ઈ.સ. ૧૮૦૩-૦૪)ના પ્રભાવથી ગુજરાતમાં રવિભાણ સંપ્રદાય પણ પ્રચલિત થ. એ સંપ્રદાયની મુખ્ય ગાદી શેરખી(વડોદરા પાસે)માં હતી. રાપર(જિ. કચ્છ) અને જામનગરમાં ખમાસાહેબની ગાદી પર સં. ૧૯૭૦-૮૪ (ઈ.સ. ૧૯૧૩ -૧૯૨૮) દરમ્યાન દેવીદાસ અને સં. ૧૮૮૪(ઈ.સ. ૧૯૨૮) થી હીરાદાસ નામે સંત થઈ ગયા.૧૩
આ ઉપરાંત બીજા કેટલાક કબીરપંથી સંપ્રદાયમાં નિરાંત સંપ્રદાયને પ્રચાર સુરત તથા વડોદરામાં અને રવિદાસી સંપ્રદાયને સૌરાષ્ટ્રમાં થયે હતો.૧૪ - નિરાંત(ઈ.સ. ૧૭૪૬-૧૮પર) દ્વારા સ્થપાયેલ નિરાંત સંપ્રદાયમાં બાપુ સાહેબ ગાયકવાડ, અર્જુન ભગત તથા ગણપતરામ જેવા શિષ્યોનાં નામ નોંધપાત્ર છે. નિરાંત ભગતે ૧૬ શિષ્યનાં ઘરોમાં પાદુકાઓ અર્પિત કરી ગાદીઓ સ્થાપી. વડોદરાનું નિરાંત મંદિર સહુથી મોટું મનાય છે. વડોદરા ઉપરાંત સુરત વેડચ દેથાણ કાશીપુર વગેરે સ્થળોએ એમની ગાદીએ છે.૧૫
ગુજરાતમાં કબીરપંથનાં ધામ અમદાવાદ વડોદરા સુરત ભરૂચ ખંભાત નડિયાદ મોરબી ભાવનગર રાજકોટ જામનગર અને જૂનાગઢમાં છે. ઘણાં મેટાં શહેરોમાં એમની ત્રણચાર ગાદી હોય છે. “સુસંવેદ' નામનું આ પંથનું માસિક અંગ્રેજી અને હિંદીમાં પ્રગટ થાય છે. બ્રહ્મચારી આશ્રમ
આ એક કબીર-પથની પ્રશાખા હેવાનું જણાય છે. એના સ્થાપક સંત મહાત્યમરામ (ઈ.સ. ૧૮૨૫–૧૮૮૯) હતા. આ શાખાની મુખ્ય ગાદી સીમરડા