Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
લલિત કલાઓ
૪૧૫
બન્યું. કવિવર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલયમાં સંગીત અને કલાને પ્રથમ વાર શિક્ષણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું. બંગાળના ચિત્રકલા–પુનરુત્થાન–આદેલનને પ્રભાવ દેશના જુદા જુદા ભાગોમાં પડ્યો. મુંબઈની “સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં એ સમયે પ્રિન્સિપાલ કેપ્ટન ગ્લસ્ટન સોલેમન હતા (ઈ. સ. ૧૯૧૯-૧૯૩૭). એમણે અભ્યાસક્રમમાં ભારતીય કલાને વિશેષ સ્થાન આપ્યું કે એમણે અભ્યાસક્રમમાં ભીંતચિત્રને સ્થાન આપી એક એવી શૈલીનું નિર્માણ કર્યું કે જેમાં ભારતીય ચિત્રકલા અને છાયાપ્રકાશયુક્ત પાશ્ચાત્ય ચિત્રકલા-પદ્ધતિમાં ભીંતચિત્ર પદ્ધતિને વિકાસ થયો. એ સમયના વિદ્યાથી શ્રી જગન્નાથ મુરલીધર અતિવાસી, જે સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં બાળપણથી જ ઊછર્યા હતા, તેમની શક્તિને શ્રી સોલેમને પારખી, તેમને પ્રોત્સાહન આપી એમનામાં રહેલાં ભારતીય કલાસંસ્કાર, વૈષ્ણવ સંપ્રદાયની ઉત્કૃષ્ટ કલાપરંપરાની સૂઝ તથા રાજપૂત કલા પરંપરાની પ્રચ્છન્ન પરિપાટી વગેરેને વિકાસ કર્યો. વિદ્યાકાલ પછી આ જ શાળામાં શ્રી અહિવાસીને ભારતીય ચિત્રકલાવિભાગનું સંચાલન સોંપ્યું. શ્રી અહિવાસીનું વ્રજસાહિત્યનું ઊંડું જ્ઞાન, ભારતીય કલાની ઊંડી સૂઝ, વેધક દષ્ટિ અને આગવી શિક્ષણ પદ્ધતિથી “સ્કૂલ ઑફ આર્ટ'માં એક નવું વાતાવરણ સર્જાયું અને પશ્ચિમ ભારતના કલાક્ષેત્રે કલાના વિદ્યાથીઓની આગવી પ્રતિભા પ્રગટી તથા ઉચ્ચ સર્જનાત્મક કામ થયું. આ લાવર્ગ માં ખાસ કરીને ગુજરાતી વિદ્યાથીઓનું પ્રમાણ વધુ હતું એટલે ગુજરાતના કલાકારોને એક નવી દિશા અને પ્રત્સાહન મળ્યાં.
સૌ-પ્રથમ “સ્કૂલ ઑફ આર્ટની ભી તે પર વિદ્યાથીઓએ ભીંતચિત્ર કર્યા. મુંબઈમાં સ્કૂલ ઑફ આર્ટીની ગતિવિધિ અને ભારતીય કલાના વિદ્યાથી ઓને પ્રત્સાહન આપતા લેખો શ્રી કનૈયાલાલ વકીલે બોમ્બે કૅનિકલ'માં લખ્યા. પાછળથી ડે. ડી. જી. વ્યાસે પણ કલાસમીક્ષક તરીકે સારી સેવા બજાવી હતી. મુખ્ય ખંડમાં એક વિશાળ ચિત્ર “–રેવ્યા: પુન:નિષ્ઠા' આજે પણ ધ્યાન ખેંચે એવું છે. શ્રી. એન. એલ. જોશીએ મોટા કદનાં ભીંતચિત્ર કર્યા. શ્રી અહિવાસીએ Council Chamber, New Delhi માટે ભીંતચિત્રોની પેનલ કરી, જે એ સમયની સર્વોત્કૃષ્ટ કૃતિઓ હતી. શ્રી અતિવાસીનાં ચિત્રોમાં કાવ્યમયતા, વિશેષ પ્રકારની ચિત્રસજના તથા સુકોમળ રેખાંકન અને રંગોને અભુત સુમેળ જોવામાં આવે છે. એમનાં ચિત્રોમાં ભારતીય કળાની પૂર્ણ છાયા નજરે પડે છે.
શ્રી અહિવાસીએ ભારતીય કલાની નિષ્ઠાપૂર્વક સેવા કરી વિદ્યાર્થીઓને સર્વાગીણ જ્ઞાનથી પરિપુષ્ટ કર્યા. એમના વિદ્યાર્થીઓમાં વધર શુકલ, ભાનુ