Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
લલિત કલાઓ
૪૨૧
પીઠમાં એ સમયે વિષ્ણુ દિગંબરછના શિષ્ય શંકરરાવ પાઠક વાયલિનના સુંદર વાદક હતા. - દક્ષિણામૂર્તિ (ભાવનગર)માં શિક્ષણ સાથે સંગીત એ શિક્ષણનું અનિવાર્ય અંગ મનાયું.
૧૯ર૦ થી ૧૯૬૫ સુધી સંગીતાચાર્ય પં. કારનાથ ઠાકુરે શક્તિશાળી અવાજ અને વિશિષ્ટ ગાયકી દ્વારા હિંદુસ્તાન ઉપરાંત પરદેશમાં પણ ગુજરાતનું નામ રોશન કર્યું. પં. વિષ્ણુ દિગબરજી પાસેથી ગ્વાલિયર ઘરાણની તાલીમ પ્રાપ્ત કરેલી, પરંતુ રાગની અભિવ્યક્તિ, આલાપચારી, રસ અને ભાવને સુમેળ તેમજ આત્મવિશ્વાસ સાથેની એમની રજૂઆતને કારણે એમના અન્ય ગુરુબંધુઓ કરતાં એમનું સંગીત નિરાળું રહ્યું.
પંડિતજી ફક્ત કલાકાર જ નહતા, એઓ વાગેયકાર અને સંગીતશાસ્ત્રના જ્ઞાતા પણ હતા. એમાં “સંગીતાંજલિ–ભા. ૧ થી ૬માં ક્રિયાત્મક સંગીતને અને પ્રણવભારતી' તથા “રાગ અને રસ” એ પુસ્તક દ્વારા અનુભૂતિ થયેલ સંગીતશાસ્ત્રને નિચોડ આપેલ છે.
અમદાવાદના પં. વાડીલાલ શિવરામ નાયક વિદ્વાન સંગીતશાસ્ત્રી હતા. એમણે સ્વ. વિષ્ણુ નારાયણ ભાતખંડેને “હિંદુસ્તાની સંગીત પદ્ધતિના ભા. ૧ થી ૬ લખવામાં ઘણી મદદ કરેલી, શાસ્ત્રીય સંગીત ઉપરાંત એઓ વૈષ્ણવ સંપ્રદાયના હવેલી સંગીત તેમજ ગુજરાતના દેશી ઢાળોના જ્ઞાતા હતા. અમદાવાદમાં
સ્વ. પં. ગોવિંદરાવજી બરહાનપુરકર મૃદંગના તેમજ પં. નાગરદાસ અરજદાસ દિલરૂબાના કુશળ વાદક હતા. એ જ સમય દરમ્યાન વડોદરા ગાયન પાઠશાળાના આચાર્ય હીરજીભાઈ ડોકટર તેમજ હરકાંતભાઈ શુકલ ગુજરાતના અગ્રગણ્ય સંગીતશાસ્ત્રી હતા.
રાષ્ટ્રિય ચળવળ દરમ્યાન સંગીતથી પ્રજાના જુવાળને ટકાવવા ૫. વિષ્ણુ દિગંબર, કારનાથજી, ખરેજી વગેરેએ રાષ્ટ્રગીતનું સ્વરનિયોજન કરેલ. ગુજરાતના મા. વસંત અમૃતે પણ એમના મધુર અવાજ તથા શિષ્ટ અને સુગમ સંગીત દ્વારા રાષ્ટ્રિય જુસે ટકાવવામાં સારો ફાળો આપેલ.
વડોદરા ભાવનગર પાલીતાણુ વઢવાણ કચ્છ જૂનાગઢ માંગરોળ ન્યાદિ રજવાડાંઓના રાજવીઓ સંગીતકારોના સારા આશ્રયદાતા હતા, તે અમુક રાજવીઓ પોતે પણ સંગીતના સારા જ્ઞાતા હતા, જેમાં ધરમપુરના મહારાજાના નાના ભાઈ પ્રભાતદેવજી તેમજ સાણંદના મહારાજા શ્રી જયવંતસિંહજીનાં નામ ઉલ્લેખ-પાત્ર છે. બંને બીનવાદક હતા. પ્રભાતદેવજીએ “સંગીત-પ્રકાશ ૧૯૨૦ માં પ્રકાશિત કર્યું.