Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૧૬
આઝાદી પહેલાં અને પછી
સ્માત, વજુભાઈ ભગત, ગેાકુળદાસ કાપડિયા, મહારાજ ગોપીનાથજી, યુસૂફ્ ધાલા, ગાવન પંચાલ, કુમી દાણાસ, વાસુદેવ સ્મા, દિનેશ શાહ, તુફાન રફાઈ, જગુ પીઠવા, પ્રદ્યુમ્ન તન્ના, ભૂપેદ્ર કારિયા, રસિક રાવળ વગેરે કલાકાર ને ગણાવી શકાય. શ્રી સ્વાવક્ષ ચાવડાએ પાતાની આગવી પ્રતિભાથી યુરેપ જઈ વિશિષ્ટ શક્તિ દ્વારા રેખાપ્રધાન શૈલીનુ નિર્માણ કરી દેશમાં અગ્રગણ્ય કલાકાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. શ્રી યજ્ઞેશ શુકલે ઇટાલી અને ચીન જઈ, ગ્રાફ્ટિ અને ચાઈનીઝ ક્લાનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી જુદી જુદી પદ્ધતિમાં કલાસન કર્યું. શ્રી વાસુદેવ સ્માતે કલામાં અલરયુક્ત શૈલીનું નિર્માણ કર્યું તથા ભારતીય અલંકરણાનું અભ્યાસ અને સ ંશે ધન કરી પ્રકાશન કર્યું છે. ઉપરાંત અનેક ક્લાકારો એમના અધ્યાપનકાળમાં દીક્ષિત થયા. તેમાં શ્રી જમ્મુ સંપત, મેરારજી સંપત, મનુ સૂબેદાર, કાંતિલાલ કાપડિયા, હીરાલાલ પટેલ, મનુ વ્યાસ, સુમંત વ્યાસ, લખમસી ખેાના, ચંદુભાઈ પંડયા, જયંત પરીખ, કલાકાંત, શકુંતલા દીવાનજી, ભદ્રા દેસાઇ, માહિની બક્ષી ઇત્યાદિ કલાકારાએ કલાક્ષેત્રે નાનામેાટે ઉલ્લેખનીય કાળા આપ્યા છે
૧૯૪૭ માં દેશ સ્વતંત્ર થયા. કલાકારો અને કલાના વિદ્યાથી એને વિદેશમાંથી નવા વિચાર અને દૃષ્ટિ સાંપડયાં. કલાક્ષેત્રની સીમાને વ્યાપ વધ્યો. વિશેષ કરી ગુજરાતના કલાકારોએ આને લાભ વધુ ઉડાવ્યા. કલાકારે એ પેાતાના કામમાં સ્વત ંત્રતાના અનુભવ કર્યા અને તે coiour form અને તથા અમૂ કલા તરફ આકર્ષાયા, પુસ્તકા પ્રકાશને પ્રદર્શને સ્લાઇડ-શા વાર્તાલાપે અને વ્યક્તિગત સપર્ક પડ્યું આમાં મહત્ત્વના ફાળે છે.
૧૯૪૮ માં મુંબઈમાં ‘પ્રેગ્નેસવ ગ્રુપ'ની સ્થાપના થઈ અને એમાં કલાકાર હતા તે એકેડેમિક શૈલી તથા પરંપરાગત શૈલીથી અલગ પેતાનુ અસ્તિત્વ સિદ્ધ કરવા માગતા હતા. ગુજરાતના શ્રી અકબર પદમસી અને તૈયબ મહેતાએ ફ્રાન્સ જઈ આધુનિક કલાપ્રવાહનું સમજપૂર્વક અધ્યયન કરી સર્જન કર્યું છે.
ગુજરાતની કલાપ્રવૃત્તિ
અજટા એલેારાનાં ભીંતચિત્રાના અને જૈન તાડપત્ર તેમજ હસ્તપ્રતનાં ચિત્રાના સંશાધનથી કલામાં એક પ્રકારનુ નવું દિશાસૂચન થયુ છે અને એક પ્રેરણાપથ દર્શાવાય છે.
૧૯ મી સદીના અ`તિમ ચરણમાં રાજા રવિવર્માનાં ચિત્રોનો આકર્ષીક શૈલી ગુજરાતમાં ખૂબ લેાકપ્રિય થઈ હતી. દૈવીએ, દેવતાઓ અને પૌરાણિક પ્રસંગાનાં