Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧૪
આઝાદી પહેલાં અને પછી
ભારતના કલાકારોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં તથા સામાન્ય જન–સમાજમાં કલા પ્રત્યે રસવૃત્તિ જાગ્રત કરી.
૧૮૮૮માં “બોમ્બે આર્ટ સોસાયટી” ની સ્થાપના થઈ ર આ સોસાયટી ચેડા યુરોપિયને અને ભારતીય શ્રીમંતોના સહકારથી કલાના ઉોજનાથે સ્થપાઈ હતી. “સ્કૂલ ઑફ આર્ટ'માંથી તાલીમ પામેલા કલાકારોએ કલાને વ્યવસાય તરીકે અપનાવી હતી. તેઓ પોતાની કલાને જનસમાજને પરિચય આપવા એક સંસ્થાને ઇચ્છતા હતા, એ સંસ્થા આ સોસાયટી હતી.
૧૯૧૬ માં સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં પ્રથમ વાર એક ગુજરાતી કલાકાર શ્રી રવિશંકર રાવળને એમના ચિત્ર “બિલ્વમંગળ’ માટે સુવર્ણ પદક મો. આ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગમાં કરેલું હતું. આ ચિત્રશૈલીની પ્રેરણા એમણે મૅડર્ન રિવ્યુ'(કલકત્તા)માં આવતા શ્રો હેવેલ તથા ડે. આનંદકુમાર સ્વામીના લેખેના વાચન તથા છપાતાં ભારતીય ચિત્ર પરથી પ્રાપ્ત કરી હતી. આ ચિત્ર સર્વપ્રથમ ભારતીય કલાશૈલીનું દ્યોતક હતું. - “સ્કૂલ ઑફ આર્ટમાં રૂઢિચુસ્ત પાશ્ચાત્ય ઢબની કલાશિક્ષામાંથી ગુજરાતના પણ ઘણા કલાકારો તાલીમ પામ્યા, વિશેષ કરી ચિત્રશિક્ષકની તાલીમ પામ્યા. તેઓ અમદાવાદ વડોદરા સુરત રાજકેટ ભાવનગર જામનગર અને ગાંડળમાં શિક્ષક તરીકે કામ કરતા હતા.
પાછળથી “કૂલ ઑફ આર્ટીના કલાકારોને એક જૂથે એકેડેમિક પદ્ધતિ તરફના વલણથી જુદા પડી પોતાની વ્યક્તિગત અનુભૂતિ, આગવી શૈલી અને કુશળતાથી તથા રંગોમાં પોતાના વ્યક્તિત્વની છાપ અને વ્યાપક દષ્ટિકોણ અપનાવી સર્જન કર્યું, જે વાસ્તવિક રજૂઆતથી વેગળું હતું.
ભારતમાં રાષ્ટ્રિય આંદોલનની લહેર પૂર જોશમાં ચાલી રહી હતી. કલાક્ષેત્રે કલકત્તામાં “ડન રિવ્યુ' માં ભારતીય કલા-પરંપર ના લેખે અને ચિત્ર પ્રકાશિત થતાં હતાં. કલકત્તા સ્કૂલ ઑફ આર્ટમાં ભાવનાશાળી અને વિદ્વાન આચાર્ય શ્રી ઈ. બી. હેવેલનું આગમન થયું. એમણે ભારતીય કલાકારો માટે ભારતીય પદ્ધતિની કલાશિક્ષા પર વધુ જોર આપ્યું અને પાશ્ચાત્ય શિક્ષા પદ્ધતિને તિલાંજલિ આપી, એમને શ્રી અવનદ્રનાથ ટાગોર જેવા વિદ્યાથી મળ્યા. પાછળથી દેશને શ્રી નંદલાલ બોઝ જેવા તેજસ્વી કલાકાર મળ્યા. કલકત્તામાં અગ્રગણય વિદ્વાને અને કલાકારોએ “ઓરિયન્ટલ આર્ટ સોસાયટીની સ્થાપના કરી. શ્રી અદ્રકુમાર ગાંગુલીએ “રૂપમ’ નામનું કલાનું ત્રિમાસિક કાઢયું, જે એશિયાનું શ્રેષ્ઠ કલાપત્ર