Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ખંડ ૪
કલાઓ
પ્રકરણ ૧૨ લલિત કલાઓ
૧. ચિત્રકલા પ્રવાહ અને સંસ્થાઓ
અંગ્રેજી શાસન નીચે ભારતીય કલા તથા સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી. વિદેશી શાસકે શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિ અને કલાને હીનતાની નજરે જતા.
કલાક્ષેત્રે પશ્ચિમ ભારતમાં જાણીતી ક્લાસંસ્થા “સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ' મુંબઈમાં ૧૮૫૭ માં અસ્તિત્વમાં આવી હતી. ગુજરાત મહારાષ્ટ્ર અને ઇતર પ્રાંતના કલાના વિદ્યાથીઓ ઉચ્ચ કક્ષાની શિક્ષા માટે ત્યાં જતા. ગુજરાતમાં કલાશિક્ષા માટે કોઈ ખાસ સંસ્થા ન હતી. વડોદરામાં મહારાજા સયાજીરાવે સ્થાપેલું “કલાભવન કલાશિક્ષણ આપતું હતું, પરંતુ એને અભિગમ કલાઉદ્યોગને શિક્ષણ પર વધુ હતો. | મુંબઈની આ સંસ્થામાં અંગ્રેજ નિષ્ણાતે કલાશિક્ષણ આપતા હતા એટલે એ પાશ્ચાત્ય પદ્ધતિથી અપાતું હતું. આ સંસ્થા રાષ્ટ્રિય સ્તરની હતી. તલરોનું નવું માધ્યમ, નવી ટેકનિક, નવું દૃષ્ટિબિંદુ, ઉપરાંત નવા વિષય અને દશ્યચિત્ર (Landscape painting), પદાર્થોનું વાસ્તવિક નિરૂપણ, માનવ-આકૃતિના સંપૂર્ણ આદર્શનું સર્જન, છાયા-પ્રકાશને ઉમાર, રંગેની વિવિધ સ્થિતિ દર્શાવતી છટાઓ tones), યથાર્થ દર્શન (perspective), ચિત્રસંયોજના – આ બધું એક નવી દિશા પ્રસ્તુત કરતું હતું. આ શિક્ષણ દ્વારા જે વિદ્યાથીએ તાલીમ પામ્યા તેઓ તેજસ્વી કલાકાર કે સર્જક ન થયા, પરંતુ કલાને વ્યવસાય તરીકે નભાવતા રહ્યા,
સ્કૂલ ઓફ આર્ટના પ્રિન્સિપાલ ગ્રિફિસે ૧૮૯ર માં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અજંટાનાં ચિત્રો અને અશભનેની અનુકૃતિ કરાવી. આ ધથી કલાક્ષેત્રે નવું દિશાસૂચન થયું. એ નિર્વિવાદ છે કે આ કલાશાળાએ