Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ
૩૮૩
(૫) ધાર્મિક સંસ્થાઓ જગન્નાથ મંદિર
અમદાવાદમાં જમાલપુરમાં આવેલું જગન્નાથમંદિર લગભગ ૧૫૦ વર્ષ જૂનું છે. આ કાલખંડ દરમ્યાન મંદિરના મહંત નૃસિંહદાસજી મહારાજે(નિર્વાણઈ. સ. ૧૯૫૯) જગન્નાથ મંદિર વિકસાવવામાં અમૂલ્ય ફાળો આપે છે. એમના નેજા હેઠળ ગૌશાળા, સાધુસેવા સદાવ્રત જેવી કેટલીક ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલતી હતી. આ મંદિરમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા લગભગ સને ૧૮૮૪ ના અરસાથી અમદાવાદમાં નીકળે છે. મુખ્ય મંદિરમાં જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીની પ્રતિમાઓ છે. ગીતામંદિર
ગુજરાતમાં ગીતાધર્મને પ્રચાર મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદજી દ્વારા થયો છે. ગીતાધર્મના પ્રચારના પ્રતીકરૂપ ગીતામંદિરની સ્થાપના અમદાવાદ વડેદરા અને કરનાળીમાં થઈ. અમદાવાદનું ગીતામંદિર સ્વામી વિદ્યાનંદજીની પ્રેરણાથી સને ૧૯૪૧ માં બંધાયું. એમાગીતાદેવીની ચતુર્ભુજ મૂર્તિ અને મોટે સભાખંડ છે. સભાખંડની દીવાલ પર ભગવદ્ગીતાના લેક કોતરેલી આરસની તતીઓ જડી છે. આ મંદિરમાં આયુર્વેદિક ઔષધાલય, રસાયણશાળા, વિદ્યાનંદ પ્રેસ, ગીતા સ્વાધ્યાય, ગીતાધર્મ' માસિક અને ગૌશાળા, અન્નક્ષેત્ર જેવી પ્રવૃત્તિઓ ચાલે છે. સ્વામી વિદ્યાનંદજી મહારાજ દેહવિલય ઈ. સ. ૧૯૫૭) અને એમના શિષ્ય મહામંડલેશ્વર સદાનંદજી મહારાજે આ પ્રવૃત્તિઓ વિકસાવવામાં અમૂલ્ય ફાળે આપ્યો છે.
વડોદરાના ગીતામંદિરમાં પણ આરોગ્યમંદિર, વિદ્યાનંદજી વિદ્યાવિહાર, સદાનંદજી ફિઝિયોથેરપી કંદ, ગીતા મુદ્રણાલય, ગીતાજયંતી-મહત્સવ જેવી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. સુરતમાં આચાર્ય પુરુષોત્તમ શાસ્ત્રીએ ૧૯૪૫ માં શ્રી સૂર્યપુર ગીતાજ્ઞાનમંદિરની સ્થાપના કરી.૩૭ - વેદમંદિર
અમદાવાદમાં આ ઉપરાંત વેદપ્રચારની પ્રવૃત્તિઓ પણ આ સમય દરમ્યાન ચાલતી હતી. આજથી લગભગ ૬૦ વર્ષ પહેલાં સ્વામી ઉત્તમાનંદજીએ અખંડાનંદ આશ્રમ સ્થાપેલે. સ્વામી ગંગેશ્વરાનંદજીની પ્રેરણાથી વિ.સ. ૨૦૦૪ (ઈ. સ. ૧૯૪–૪૮)માં અમદાવાદમાં વેદમંદિરની સ્થાપના થઈ. એના એ સમયના મહંત સ્વામી સેવારામ મહારાજ હતા. આ મંદિરમાં વેદનારાયણની પ્રતિમા પ્રતિષ્ઠિત છે.