Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ
અમદાવાદમાં શ્રી રામકૃષ્ણ સેવા સમિતિની સ્થાપના સને ૧૯૨૩ માં કરવામાં આવી રાજકાટમાં રામકૃષ્ણ-મિશનની સ્થાપના સને ૧૯૨૭માં કરવામાં આવી. આ સંસ્થા દ્વારા સ્વામી રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેકાનંદનાં જીવન અને કાને લગતાં ઉપયેાગી પ્રકાશન પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ ઉપરાત યુવાવર્ગ અને વિદ્યાર્થી-વ ંતે એમના ઉપદેશને ખ્યાલ આવે એ હેતુથી દર વર્ષે નિબંધસ્પર્ધા અને વકતૃત્વ-સ્પર્ધા યોજવામાં આવે છે. આ સમિતિ દ્વારા શિક્ષણ, પ્રકાશન, વૈજ્કીય સારવાર, વૃદ્ધોની સેવા ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સ્વામી શ્રીરામકૃષ્ણ પરમહંસને દીનહીનની સેવા કરવાના જે સ ંદેશ હતા તેને અનુરૂપ સમાજસેવાની પ્રવૃત્તિએ પણ કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના વિચારસરણીને જે પ્રભાવ વીસમી સદીના પ્રથમ ત્રણ દાયકામાં ગુજરાતના બુદ્ધિજીવીઓ પર હતા તે પછીના દાયકાએમાં ઘટતા ગયા છે.
૪૦૫
ગાંધી-વિચારસરણી
ભારતના આધુનિક સમાજમાં એગણીસમી અને વીસમી સદીમાં ઉત્પન્ન થયેલી તમામ વિચારસરણીઓમાં ગાંધી વિચારસરણીતા પ્રભાવ બહુજનસમાજ ઉપર વિશેષ પડયો છે. ગૌતમ બુદ્ધ પછી કરાડા દેશવાસીઓ ઉપર સત્ય અને અહિંસાના પ્રભાવ પાડનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ પ્રકારે નોખી માટીના તાખા માનવી તરીકે ઇતિહાસમાં ઊપસી આવે છે. ગાંધીજીની વિચારસરણીમાં હિંદુ ધર્મ અને હિંદુ સ ંસ્કૃતિ કે દ્રસ્થાને છે. ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસાને જમાનાની જરૂરિયાત પ્રમાણે પુનરુદ્ધાર કરવાનું જે કાર્યં મહર્ષિ દયાનંદ સરરવતીએ શરૂ કર્યું હતું અને સ્વામી વિવેકાન ંદે આગળ ધપાવ્યુ` હતુ` તેના ત ંતુ પકડીને ગાંધીજીએ પેાતાની સેવાપ્રવૃત્તિ વિકસાવી હતી. સમાજ કે રાષ્ટ્ર્ધ્વજીવનનુ કાઈ પણ અંગ એવું નથી કે જેના સમાવેશ એમની વિચારસરણીમાં થતા ન હેાય, એમની વિચારસરણી તરંગી સ્વપ્નસેવી કે આદર્શવાદી ન હતી, પરંતુ વ્યવહારુ હતી. તેઓ પાતે ઇચ્છતા ન હતા કે એમની વિચારસરણીને કાઈ ‘વાદ'નું લેબલ લગાડાય. હરિજનબંધુ'માં આ અંગે પેાતાનેા પ્રતિભાવ આપતાં એમણે જણાવેલું : ‘ગાંધીવાદ જેવી કાઈ વસ્તુ છે જ નહીં, અને મારે મારી પાછળ કોઈ સ'પ્રદાય મૂકી જવા નથી. મેં કાઈ નવું તત્ત્વ કે નવા સિદ્ધાન્ત શોધી કાઢવો છે એવા મારા દાવે। નથી. મેં તા માત્ર જે શાશ્વત સત્યેા છે તેને આપણા નિત્ય જીવન અને પ્રશ્નને લાગુ પાડવાના મારી ઢબે પ્રયાસ કર્યા છે...... સત્ય અને અહિંસા અનાષ્કિાળથી ચાલ્યાં આવે છે. મેં માત્ર મારાથી બન્યા