Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૮૮
આઝાદી પહેલાં અને પછી પ્રવૃત્તિઓને ભારે વિસ્તાર કર્યો અને એના આશ્રયે ક્ષેત્રની સેવાઓને જનતાને વિશેષ લાભ થયો.
હલકેશના સ્વામી શિવાનંદના શિષ્ય સ્વામી શ્રીભદ્ર સુરતમાં પ્રાર્થનાસંધની સ્થાપના ૧૯૪૮ માં કરી. આ સંસ્થા તરફથી “પ્રાર્થના” નામનું માસિક પ્રગટ થાય છે. યોગાસને અને કુદરતી ઉપચારનું કેંદ્ર પણ ચાલે છે. એ “ભદ્રઆશ્રમ”ના નામથી પણ ઓળખાય છે.૪૭
આનંદમયી મા સંઘ - વિદ્યાકર(હાલના બંગલાદેશ)માં જન્મેલાં નિર્મળાસુંદરી દેવી “આનંદમયી મા (સને ૧૮૯૬–૧૯૮૨)ને નામથી પ્રસિદ્ધ થયાં. સને ૧૯૧૮ થી ૧૯ર૪ ના ગાળામાં સમસ્ત બંગાળમાં તેઓ પૂજનીય બન્યાં.૪૮ સને ૧૯૨૨ માં એમણે દીક્ષા ગ્રહણ કરી.૪૯ ૧૯૨૮ ની આસપાસ એમણે શાહબાગ(ઢાકા)માં રમણાશ્રમ બંધાવ્યો.૫૦ ૧૮૪૪ માં વારાણસીમાં મા આનંદમયીને આશ્રમ બંધાયો. ૧૯૫૦ માં ત્યાં આનંદમયી–સંધ સ્થપાય. ત્યારબાદ વૃંદાવન કનખલ નૈમિષારણ્ય વિંધ્યાચલ વગેરે સ્થળોએ પણ આશ્રમ શરૂ થયા."
ગુજરાતમાં મા આનંદમયીની પ્રવૃત્તિઓને આરંભ ૧૯૩૨–૩૫ ના અરસામાં શરૂ થયે. અમદાવાદ એનું મુખ્ય કેંદ્ર બન્યું. ૧૯૫૪ માં મા આનંદમયી પં. ગોપીનાથ કવિરાજ અને બીજા કેટલાક સંત અને ભક્તો સાથે અમદાવાદ આવ્યાં હતાં ત્યારે ત્યાં ઉપસ્થિત ભક્તસમુદાયને એમની અલૌકિકતા અને આધ્યાત્મિકતાને અનુભવ થયો હતો. ત્યારબાદ આનંદમયી મા વખતોવખત ગુજરાતમાં આવ્યાં હતાં અને એમને એમના સાંનિધ્યમાં આવનારાં પર ઊંડે પ્રભાવ પડતો. ચિન્મય-મિશન
સ્વામી ચિન્મયાનંદ તરીકે ઓળખાતા બાલકૃષ્ણન મેનને (જન્મ એર્નાકુલમ્, કેરલ, ઈ.સ. ૧૯૧૬) હૃષીકેશના સ્વામી શિવાનંદ પાસે સને ૧૯૪૩ માં સંન્યાસ દીક્ષા લીધી. ૧૯૫૧ દરમ્યાન ભારતમાં જુદાં જુદાં શહેરો અને તીર્થોની યાત્રા કરી મઠ મંદિરો અને આશ્રમની મુલાકાત લીધી. મોટાં શહેરોમાં ચાર ઉપરાંત ઉપનિષદ-જ્ઞાનયજ્ઞ જ્યા. મુંબઈમાં સાંદીપનિ–આશ્રમ અને શિવનું જગદીશ્વર મંદિર સ્થાપ્યું. ગુજરાતમાં પણ અમદાવાદ જેવાં સ્થળાએ ચિન્મયમિશનની પ્રવૃત્તિઓ ચાલે છે.પ૩