Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૯૦
આઝાદી પહેલાં અને પછી
સ્થપાઈ છે. ‘સમયધર્માં'(સને ૧૯૨૯) અને ‘આત્મધર્મ'(સને ૧૯૪૨) જેવાં માસિક સેાનગઢમાંથી પ્રગટ થયાં.૫૭
ત્રીજી મહત્ત્વની ઘટના એ તેરાપંથની સ્થાપના છે. આચાય. તુલસી (જન્મ ઈ. સ. ૧૯૧૪-રાજસ્થાનમાં લાડનૂ) ના નેતૃત્વ હેઠળ આ પંથે નવું જ રૂપ ધારણ કર્યું. એમના સંઘની ચીલાચાલુ માન્યતાઓ અને પ્રવ્રુત્તિએમાં એમણે જે આમૂલ પરિવર્તન કર્યું અને જ્ઞાનેાપાસનાને તેમ જ પુરુષાર્થાંને મહત્ત્વ આપ્યું તે મૂલ્યવાન અને અનુકરણીય છે. એમણે પાત ના પથથી અળગા થવાને બદલે પથને સાથે લઈ ક્રાંતિ કરી. ગુજરાતમાં પણ એમના પ્રભાવ હેઠળ તેરાપ`થની પ્રવૃત્તિએ વિકસી. એમણે ધ્યાન યેગ અને લાંબા સમયની એકાંત-સાધનાથી પેાતાના સંધને વિશેષ પ્રગતિશીલ બનાવ્યા, અણુવ્રત–અભિયાનને અવાજ એમણે જનસમુદાય સુધી પહેાંચાડયો.૫૮
આચાર્ય તુલસી સને ૧૯૫૩માં મુંબઈ ચાતુર્માસ માટે જતા હતા ત્યારે પહેલી વાર કેટલાક વખત અમદાવાદમાં રાકાયા હતા. ૫૯ ત્યાર બાદ શાહીબાગમાં તેરાપથી સમાજનુ મુખ્ય કેંદ્ર સ્થપાયુ
આચાર્ય તુલસીએ સાધ્વીબામાં અભ્યાસ વધારી એમને વદુષી બનાવી. એમના નેજા હેઠળ અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળનું સબળ સંગઠન થયું, એમણે અણુવ્રત અને પ્રેક્ષાધ્યાન પર ખૂબ ભાર મૂકયો અને પ્રેક્ષાધ્યાનશિબિરા યાજી. અણુવ્રત એમની દૃષ્ટિએ નૈતિક આચાર-સંહિતા છે. અણુવ્રતઅભિયાનને પ્રારભ એમના નિર્દેશાનુસાર ઈ. સ. ૧૯૪૮-૪૯ માં થયા. ૬૦
આ કાલ દરમ્યાન જૈન આચાર્યો અને મુનિએએ પણ જૈન ધર્મની પ્રવૃત્તિઓને આપેલ વેગને લગતી વિગતા નોંધપાત્ર છે.
હ વિજયજીના શિષ્ય વિજયવલ્લભસૂરિ(ઈ. સ. ૧૮૭૦–૧૯૫૫) ત્યાગમા અને સંયમમાના ઉપાસક હતા. વડેદરા શહેર એ એમની જન્મભૂમિ હતી. પાલીતાણામાં જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંધના એએ ધર્માંગુરુ હતા. એમણે પાલીતાણામાં (ઈ. સ. ૧૯૫૦-૫૧) તપાગચ્છ સંધમાં એકતા આણુવા મુનિ–સંમેલન યોજ્યું. એમણે ગુજરાતમાં રાધનપુર પાલનપુર વડેાદરા અમદાવાદ સુરત ખંભાત વગેરે સ્થળાએ ચાતુર્માસ કર્યા, ધ પ્રવન તેમજ સેવાવ્રતના સંદેશ ફેલાવ્યા. આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જૈન સંધના રક્ષણ અને અભ્યુય માટે પ્રયત્ન કર્યા. એમની પ્રેરણાથી ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં કુમારે માટે તેમજ કન્યાઓ માટે અનેક