Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ
હિંદુ મિલન મંદિર
પૂર્વ બંગાળના સંત આચાર્યં પ્રણવાન જીએ સ્થાપેલા આ સંધની એક શાખા સુરતમાં સને ૧૯૪૧ માં સ્વામી અદ્વૈતાનજીએ સ્થાપી છે. આ સંસ્થા ‘હિંદુ મિલન મંદિર' ના નામથી ઓળખાય છે. ૧૯૪૯ થી હિંદુ મિલન મંદિર' નામનું ગુજરાતી માસિક પ્રગટ થાય છે. સંસ્થા તરફથી હામિયાપેથિક દવાખાનું ચાલે છે. એના પ્રચારકે રેલ અને દુકાળ વખતે રાહતા કરે છે. અમદાવાદમાં પણ એના આશ્રમ સ્થાપ્યા છે,૫૪
૨. જૈન ધર્મ
ગુજરાતમાં જૈનાની વસ્તી ૧૯૫૧ ની વસ્તી-ગણુતરી પ્રમાણે ૩,૭૪,૮૬૭ હતી, જે વધીને ૧૯૬૧ ની વસ્તીગણતરી પ્રમાણે ૪,૦૯,૭૫૪ ની થઈ. ૧૯૫૧ થી ૧૯૬૧ ના ગાળા દરમ્યાન એમાં ૯.૩૧ ટકાના વધારે થયેા.૫૫
૩૮૯
આ કાલખંડ દરમ્યાન જૈન ધર્મનો ધર્માં પ્રવૃત્તિએ જોતાં ત્રણુ ધટના સૌથી વધુ દૂરગામી અસર કરનારી ગણી શકાય : એક, શ્રીમદ્ રાજચંદ્ર(ઈ. સ. ૧૮૬૮ -ઈ. સ. ૧૯૦૧) ની ધ પ્રવૃત્તિએ અને આત્મચિંતનની કેટલીક અસર ગુજરાત પર થઈ. એમનાં લખાણ અનુભવમૂલક અને આધ્યાત્મિક ચિંતનપ્રધાન છે. એમણે ‘મેાક્ષમાળા' ‘ભાવન ખેધ' અને ‘આત્મસિદ્ધિ-શાસ્ત્ર' ઉપરાંત ખીજા કેટલાક ગ્રંથાની રચના કરી. મહાત્મા ગાંધીના જીવન પર શ્રીમદ્ના પ્રભાવ પડયો હતા, જેને ગાંધીજીએ પણ પોતાના લખાણમાં નિર્દેશ કર્યા છે. શ્રીમદ્ભુ સર્વધર્મ પ્રત્યે સદ્ભાવ હતા. તે કયારેય કેાઈ વાડામાં માનતા નહિ. તે કહેતા કે હું કાઈ ગચ્છમાં નથી, હું આત્મામાં છું. એમના અનુયાયીએએ વડવા(ખંભાત) વવાણિયા(મારબી) ભાદરણ(તા. ખારસદ) અગાસ(તા, પેટલાદ) ઈડર અને દેવલાલીમાં એમના આશ્રમ સ્થાપ્યા, ડવામાં સને ૧૯૧૬ માં એમના આશ્રમની અને ત્યારબાદ ગુરુમંદિરની પણ રચના થઈ.પ
બાજુ પરિવર્તન ઈ. સ. ૧૯૩૪ માં કાનજી સ્વામીએ (જન્મ ઇ. સ. ૧૯૩૧) સ્થાપેલા પથથી આવ્યું. એમણે સ્થાનકવાસી ફ્રિકાનો ત્યાગ કરી એક સ્વતંત્ર ફ્રિકાની સ્થાપના કરી અને એનું છેવટનું રૂપાંતર દિગ ંબર સ ંધરૂપે થયું. કુંદકુંદાચાર્યના ‘સમયસાર’ અને ‘પ્રવચનસાર' પર એમણે એકધારાં ચાળીસ વર્ષો સુધી પ્રવચન આપ્યાં. જૈન દર્શનની મૂળભૂત ગરિમાને એમણે હિંમતપૂર્વક નિર્ભય રીતે એકધારી વ્યક્ત કરી. એમણે સેાનગઢમાં આશ્રમ સ્થાપ્યું. ત્યાં સનાતન જૈન–બ્રહ્મચર્યાશ્રમ જિનાલય સ્વાધ્યાયમંદિર ગુરુકુળ જેવી અનેક સંસ્થાએ
1