Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ
૩૮૫
પહેલા મૌલવી હતા. એમણે સને ૧૯૨૪-૨૫ માં આણંદમાં એક મદરેસા બોલી, સાથે યતીમખાનું (છાત્રાલય) અને મસ્જિદ પણ બાંધ્યાં,૭૯ ૧૯ર૫ માં આણંદમાં અંજુમન-એ-ઈસ્લામની પહેલી કેન્ફરન્સ ભરાઈ. કરીમ મહદ માસ્તરે ૯ર ૬ માં વહેરાઓની એક નવી અંજુમન “સુન્ની વહેરા અંજુમન”ના નામથી શરૂ કરી, ૧૯૨૮ સુધી ચલાવી. ૧૯૨૫ ૨૬ માં “વહોરા ઉદય’ નામે માસિક પેટલાદના એક સુલેમાને શરૂ કર્યું. ૧૯૩૩ માં “ચરેતરે સુન્ની વહોરા યંગ મેન્સ ઍસોસિયેશન શરૂ થયું.”
સને ૧૯૧૪ માં અમદાવાદમાં સુન્ની મુસ્લિમ વકફ કમિટીની સ્થાપના થઈ. આ કમિટી અમદાવાદની લગભગ ૨૭ જેટલી મસ્જિદે અને રાજાઓ તથા સુલતાન એહમદ યતીમખાના અને ઝનના યતીમખાન બેંડિંગ હાઉસને વહીવટ કરે છે. ઈદ જેવા ધાર્મિક તહેવારના દિવસોએ મુસ્લિમ કદીઓની બંદગી માટે મૌલવીને મોકલવાની, નિરાધારની કફન–દફન ક્રિયા કરવાની, ધાર્મિક પુસ્તક આપવાની અને બાદશાહના હજીરામાંના લંગરખાના(સદાવર)ની વ્યવસ્થા કરવાની પ્રવૃત્તિઓ કરે છે.
આ કાલ દરમ્યાન ગુજરાતમાં મોમનાઓની સંખ્યા પણ ઠીક ઠીક છે. ઇસ્માઇલી સૈયદના ખાનદાનમાં પીરોએ ઈ. સ. ૧૯૪૮ માં હિંદુઓની ઘણી જાતિઓમાંથી મોમનાઓને ઇસ્લામમાં લાવી શિયા પંથમાં દાખલ કર્યા, મોમનાઓ એમને મુખ્ય પીરજાદાઓના નામ પરથી મશાયખશાહી ખૂરશાહી અને મહમૂદશાહી કહેવાય છે. કેટલાક મેમના સુન્ની ધર્મ પણ પાળે છે. કચ્છના મોમના શિયા છે. પરંતુ એમની રહેણીકરણી હિંદુઓ જેવી છે. તેઓ મસ્જિદને બદલે ખાના” જમાતખાના)માં માને છે.
૪. પારસી ધર્મ ૧૯૫૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં પારસીઓની વસ્તી ૨૦,૩૪૬ ની હતી, જ્યારે ૧૯૬૧ ની વસ્તીગણતરી પ્રમાણે ૧૭,૭૧૪ ની થઈ. આમ ૧૯૫૧ થી ૧૯૬૧ દરમ્યાન એમની વસ્તીમાં ઘટાડો થયો.૮૫
આ કાલખંડ દરમ્યાન નામાંકિત પારસી સગૃહસ્થને દાનથી ગુજરાતમાં જદાં જુદાં સ્થળોએ અગિયારીઓની રચના કરવામાં આવી છે. અમદાવાદમાં બંધાયેલી બે અગિયારીઓ પૈકીની એક ઈ. સ. ૧૮૮૪માં આતશ દાદગાહના સ્વરૂપમાં બંધાઈ હતી. એમાં સર નવરોજી પેસ્તનજી. વકીલની દીકરીઓએ રૂ. ૧૨,૦૦૦ ના ખર્ચે સુધારાવધારા કરી આદિરાન સાહેબ પરઠાવી એ આતશ અગિયારીને આતશ આદરિયાનનું સ્વરૂપ આપ્યું.૮૩ બીજી આતશ આદરિયાન