Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૦૦
આઝાદી પહેલાં અને પછી
ધ લિટલ ડેટર્સ એફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર” (સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની નાની દીકરીઓ) નામની એક નવી જ મંડળી ૧૯૩૫ માં આણંદ ખાતે જેસ્પષ્ટ મંડળીના સાધુઓના પ્રયત્નથી અસ્તિત્વમાં આવી. ૧૦ : આ મંડળીમાં જોડાનાર પ્રથમ ગુજરાતી સાધ્વી સિસ્ટર મારિયા ઝાવિયર હતા. એઓ ૧-૫-૧૯૩૫ ના રોજ મંડળીમાં જોડાયા અને ૩૧-૭-૧૯૩૬ ના રોજ એમને દીક્ષા આપવામાં આવી.૧૦૪ ત્યાર બાદ આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. ગુજરાતની અનેક સ્ત્રીઓએ આ મંડળીમાં રહીને દીક્ષા ગ્રહણ કરી છે. ગુજરાતના પ્રથમ કૅથલિક સાધુ થવાને વશ બાસીલ પરમારને જાય છે. એઓ ૧૮૩૮ માં જેસ્યુઈટ મંડળીમાં તાલીમ માટે જોડાયા હતા અને ૧૯૫૧ માં એમને દક્ષા આપવામાં આવી હતી.૧૧૫
જેસ્યુઈટ મંડળીના સાધુઓએ ૧૯૪૮થી હિંદુઓમાં, ખાસ કરીને ક્ષત્રિયોમાં, ધર્મ પ્રચાર કરવાનું નકકી કર્યું. એ પછી આદિવાસીઓમાં એમણે ધર્મપ્રચારની પ્રવૃત્તિ શરૂ કરી હતી.
ઑટેસ્ટન્ટ સંપ્રદાયે પણ આ સમય દરમ્યાન પોતાની ધર્મપ્રચારની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. જલાલપુરમાં ૧૯૧૯માં બે કેળીએાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. ૧૯૨૪ માં રેવ. બી. એમ. માઉએ મુસલમાનમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કામ કરવાનો પ્રયત્ન કર્યો. મુસલમાનમાંથી ખ્રિસ્તી થયેલા જોન અબ્બાસની થડે વખત મદદ લેવામાં આવી, પરંતુ કાયમી કામદારના અભાવે સંતોષકારક પરિણામ આવ્યું નહિ.૧૦૬ આ કાલનું ઉલ્લેખનીય ધર્મ પરિવર્તન રાજકોટના જૈન મણિલાલ પારેખના ધર્મ પરિવર્તનને ગણાવી શકાય. ૧૯૧૮માં એમણે એપ્લિકન ચર્ચમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો.૧૭ ૧૯ર૮ સુધીમાં પંચમહાલમાં જુદી જુદી છ મ ડળી હતી, જેવી કે દાહોદ ઝાલેદ સંતરામપુર ગરબાડા લુણાવાડા. અને મોરવા આ છે મંડળીઓના ખ્રિસ્તીઓની કુલ સંખ્યા ૧૨૧૫ હતી. ૧૯૧૩ થી ૧૯૪૦ સુધીના જે સુવાર્તિક અને પાળક થયા તેમણે અમદાવાદની સ્ટીવન્સન મેમોરિયલ ડિવિનિટી કોલેજમાં શિક્ષણ લીધું હતું. ૧૮૪ર માં વડોદરામાં પણ ગુજરાત સંયુક્ત ઈશ્વરવિદ્યા પાઠશાળા (The United Theological College) શરૂ ક વામાં આવી. આઈ. પી. મિશન, મેથોડિસ્ટ મિશન અને બ્રધર્સ મિશન એ ત્રણે મિશનની ઈશ્વરવિધા કેલેજોએ આ સંયુક્ત કોલેજોમાં સહાય કરી હતી. ૧૯૫૫ માં ગુજરાત ચર્ચ કાઉન્સિલે અંજારનું કેદ્ર બંધ કરી ગાંધીધામમાં નવું કેંદ્ર શરૂ કર્યું. ૧૯૫૯ માં રેવ. આર. જી. ભણતને અચંડિકનની પદવી આપવામાં આવી. આ પ્રકારની પદવી મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા.