Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ
૩૮૧
સ્વામી સદાશિવે(જન્મ : બંગાળ, ઈ. સ. ૧૯૦૭) ૧૯૩૨ માં અમદાવાદના નીલકંઠના અખાડાના યોગિવર્ય શ્રી લક્ષ્મણગિરિ સ્વામી પાસે દીક્ષા લીધી. ૧૯૨૬ માં એમને આત્મસાક્ષાત્કાર થયો. તેઓએ મહાગાયત્રી મંત્રની ઉપાસના કરી. ૧૯૪૯–૧૯૫ર દરમ્યાન અંબાજીમાં રહી આ મંત્રનું અલૌલિક રીતે જપાનુષ્ઠાન કર્યું. નર્મદાતટે ગરુડેશ્વર(રાજપીંપળા) આશ્રમમાં એક વર્ષ વૈદિક પરંપરા પ્રમાણેની કઠોર તપશ્ચર્યા કરી.૪ અમદાવાદ પાસે મોટેરામાં તેઓએ આશ્રમ સ્થાપેલ. એમના અનેક ભક્તોએ એમનામાં પ્રેમ કરુણા અને જ્ઞાનને અનુભવ કરેલો.
સરખેજના મોઢ બ્રાહ્મણ કુટુંબના સાગર મહારાજ(ઈ. સ. ૧૮૮૩૧૯૩૬) પ્રખર વેદાંતી સૂફી સંત થઈ ગયા. કવિ કલાપીના સૂફી ઈશ્કના રંગે રંગાયેલા સાગર મહારાજ પરમાત્મપ્રાપ્તિ માટે સફી ઈશ્ક અર્થાત સ્નેહગને વિશેષ પ્રાધાન્ય આપતા. ઈ.સ. ૧૯૧૨ માં એમને અખાના મતને અનુસરતા ભગવાન મહારાજ પાસેથી “અખાની વાણી મળી અને એના ઉપર ચિંતન કરવા તેઓ હિમાલય ગયા. ત્યાર બાદ એમના મન ઉપર જ્ઞાનમાર્ગ અને સૂફી મતને પ્રભાવ દઢ થયે, ૧૯૧૬ માં દીવાને સાગર,” દતર ૧ પ્રસિદ્ધ કર્યું અને ચિત્રાલ(તા. પાદરા)માં સાગરાશ્રમ સ્થાપ્યા. ૧૯૨૦ માં “સંતોની વાણી અને અન્ય સાહિત્ય પ્રસિદ્ધ કર્યું. ૧૯૨૫ માં કલાપીના કુમાર જોરાવરસિંહજી સાગરાશ્રમમાં આવ્યા. સાગર મહારાજે એમના અને અન્ય શિષ્યોના જીવનનું આમૂલ પરિવર્તન કર્યું. ૧૯૨૫-૩૦ દરમ્યાન સરખેજ આવી ત્યાં “સાગરાશ્રમ” સ્થા. ૧૯૩૬ માં દીવાને સાગર'નું બીજુ દતર બહાર પડ્યું. સાગર મહારાજનું પ્રદાન ગુર્જર અધ્યાત્મસાહિત્ય-સર્જનક્ષેત્રે વિશિષ્ટ અને નેધપાત્ર છે. ૫
“પુનિત મહારાજના નામે ઓળખાતા બાલકૃષ્ણ ભાઈલાલ ભટ્ટ (ઈ. સ. ૧૯૦૮–૧૯૬૨) ગુજરાતની ધર્મપ્રેમી જનતાના હૃદયમાં વિરલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ ગુજરાતમાં શહેર તેમજ ગામેગામ જઈ ભજને અને આખ્યાને દ્વારા હિંદુધર્મનું હાઈ પ્રજા સમક્ષ સચોટ રીતે રજૂ કરતા. એમણે અમદાવાદમાં એક “પુનિત આશ્રમ સ્થાપ્યો છે. નર્મદાકાંઠે મોટી કોરલમાં વાનપ્રસ્થાશ્રમ સ્થાપીને તેઓ જીવનનાં છેટલાં વર્ષ ત્યાં રહ્યા હતા. એમનાં રચેલાં ભજન ખૂબ લોકપ્રિય છે. એમનું ‘જનકલ્યાણ' નામે માસિક પત્ર નીકળે છે. પુનિત મહારાજે પ્રેરેલી પ્રવૃત્તિઓ પુનિત આશ્રમે ચાલુ રાખી છે, જેમાં રામનામની બેન્ક, વખતેવખત જતા દરિદ્રનારાયણને અન્નવસ્ત્ર દાન(ભાખરી અને ધાબળા