Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ
૩૭૯
ખૂબ શ્રદ્ધા ધરાવતા. માનવસેવાના આદર્શ રજૂ કરનારા સતામાં એમનું નામ અગ્ર પ`ક્તિમાં છે.૨૬
સૌરાષ્ટ્રના મહાન સ ંતા અને સાધકામાં શ્રીમન્નનથુરામ શર્મા(ઈ. સ. ૧૮૫૮–૧૯૬૦)નુ નામ અગ્રસ્થાને છે. તેએ એક મહાન યેાગી અને જ્ઞાની હતા. એમણે જૂનાગઢ પાસે ખીલખામાં આશ્રમ સ્થાપ્યું, એમના આશ્રમમાં સંધ્યાવંદનાદિ આચાર, વશુદ્ધિ, શાસ્ત્રથાનું સંપાદન, પનપાઠન, ચર્ચા વગેરે પ્રવૃત્તિ થી, શ્રીમન્નનથુરામે ભક્તિ ચેગ અને જ્ઞાનવિષયક ૧૦૦ ઉપરાંત ગ્રંથ રચ્યા છે. ઉપરાંત તેએ સનાતન ધર્મનાં પ્રચાર સંરક્ષણુ અને સંવર્ધન કરવાનું કામ પણ કરતા અને પોતાના શિષ્યા દ્વારા ધમની પ્રવૃત્તિ અખંડિત ચાલુ રાખતા, ખ્રિસ્તી મિશનરીએની જેમ પ્રવાસ કરીને તે પાતે તથા એમના શિષ્યા કથાવાર્તા અને પ્રવચને દ્વારા ધર્મ પ્રચાર કરતા,૨૭ ધર્મ પ્રચારાર્થે એમણે સૌરાષ્ટ્રમાં પાંચ આનંદાશ્રમ સ્થાપ્યા છે. ગુજરાતમાં પણ અમદાવાદ વગેરે અન્ય સ્થળાએ એમના આશ્રમ છે.
ધૂમકેતુ, નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ જેવા લેખાના જીવનઘડતરમાં શ્રીમના ફાળા નોંધપાત્ર છે. નાનાભાઇએ એમની પ્રેરણાથી ભાવનગરમાં બાલશિક્ષણની દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી,૨૮
દૂધરેજની જગ્યામાં આ કાલ દરમ્યાન મહુ ́તે! રઘુવરદાસજી જીવનરામદાસ અને ગામીદાસ થયા. ‘વડવાલા'ની આ જગ્યાને તેઓએ આયર અને રબારી કામમાં પ્રભાવ વિસ્તાર્યો.
લેાકકલ્યાણનાં કાર્ય કરી મધ્યમ અને નીચલા સ્તરના લેાકાના ઉત્થાનની પ્રવૃત્તિએ કરવામાં નડિયાદ અને કરમસદનાં સંતરામ મદિરાનુ પ્રદ!ન અમૂલ્ય છે. નડિયાદના સુપ્રસિદ્ધ યોગીરાજ સંતરામ મહારાજ(સમાધિ ઈ. સ. ૧૮૪૧)નું નામ ગુજરાતની સંતપરંપરામાં મેાખરાનું છે. તેએ અવધૂત મહાત્મા હતા. ૧૮૧૬ માં તેએ નડિયાદ આવેલા. એમને સમાધિસ્થ થયાને ૧૦૦ વર્ષોં પૂરાં થતાં ‘પ્રથમ સમાધિ શતાબ્દી મહેાત્સવ' ઊજવવામાં આવ્યા અને મુમુક્ષુઓના હિતાર્થે એમની તથા એમના શિષ્યાની વાણી ‘પસંગ્રહ' નામે ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવી.૨૯ શ્રીસંતરામ મહારાજનાં જ્ઞાન અને યોગના પ્રભાવથી અનેક સાધક આત્મકલ્યાણ અને દન માટે આવતા, આથી કબીરવડની જેમ આ સંતરામ મંદિરની સંસ્થા વિકસી છે. અહીં ગુરુશિષ્યપર પરા ચાલુ છે, એ પરંપરામાં થયેલા જાનકીદાસજી(ઈ.સ, ૧૮૭૮–૧૯૭૦)એ એના વિકાસમાં ઘણુ અગત્યનુ પ્રદાન કર્યું છે. આજે સંતરામ મંદિર જિલ્લામાં સહુથી માટાં અને