Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ
૩૫
ચાર્યજી(ઈ. સ. ૧૮૮૫ - ૧૯૩૭) હતા, જેમણે શ્રદ્ધા સંકલ્પ અને ઉપદેશથી અવિદ્યાવૃત અનેક સાધકહૃદયમાં શુદ્ધ સંસ્કાર જાગ્રત કર્યા અને શ્રેયસાધક વર્ગને વિકસાવ્યું તથા જ્ઞાન યુગ અને પ્રેમલક્ષણા ભક્તિને રાહ લેને બતાવ્યો. એમના અદ્દભુત ચારિત્ર્યથી કેટલાક સુધારકે સાક્ષર દેશભક્ત કવિઓ તથા વિદ્વાને એમના તરફ આકર્ષાયા અને ગુજરાતના શિક્ષિત વર્ગની ધર્મશ્રદ્ધાની
તને વધુ પ્રજ્વલિત બનાવવામાં એમણે મહત્ત્વને ફાળો આપ્યો. ૧૦ શ્રી રામકૃષ્ણ મિશન, રાજકોટ
ગુજરાતમાં રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિનું મુખ્ય કેંદ્ર રાજકોટ છે. સને ૧૯૧૬ માં બેલૂર મઠના મુખ્ય વ્યવસ્થાપકોમાંના એક સ્વામી માધવાનંદજીએ રાજકોટની મુલાકાત લીધી. એ વખતે રાજકોટ ખાતે એક કેંદ્રની સ્થાપના કરવાની વાત રજૂ થઈ હતી, પરિણામે ૧૯૨૭ માં મોરબીના મહારાવ લખધીરજીની ઉદાર સખાવતના પ્રતાપે રાજકોટમાં મોરબીના ઉતારાના મકાનમાં પ્રારંભ થયો, ત્યાર બાદ ૧૯૩૪ માં રાજકેટના ઠાકોર સાહેબ ધર્મેદ્રસિંહજી તરફથી આશ્રમને કાયમી નિવાસ બનાવવા જમીનને પ્લોટ મળતાં ત્યાં આશ્રમનું સ્થળાંતર થયું. બ્રહ્માનંદ તુરીયાનંદ શારદાનંદ અભેદાનંદ અતાનંદ ત્રિગુણાતીતાનંદ અખંડાનંદ વિજ્ઞાનાનંદ વગેરે સ્વામીઓ અહીં આવેલા. આ આશ્રમના સાધુઓ સાંસ્કૃતિક ધાર્મિક અને આધ્યાત્મિક આદર્શોને બેધ આપવા દૂર દૂર ભ્રમણ કરે છે. આ આશ્રમની પ્રવૃત્તિઓમાં રામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળામાં પુસ્તકોનું પ્રકાશન, તબીબી સેવા, વિદ્યાથી મંદિર, રાહતકાર્યો વગેરેને સમાવેશ થાય છે.૪૧ આર્ય સમાજ
આર્યસમાજ જેવી પ્રખર અને તેજસ્વી ધર્મવિચારણાને પ્રારંભ સ્વામી દયાનંદે (ઈ.સ. ૧૮૨૪–૧૮૮૩) કર્યો. ઈ.સ. ૧૮૮૮માં અમદાવાદમાં આર્યસમાજનાં સ્થાપના થઈ. સ્વામી દયાનંદ સરસ્વતી-પ્રેરિત વેદપ્રચારનું કાર્ય ચાલુ રહે એ માટે ગુજરાતમાં ગુરુકુળ સભાએ પ્રથમ ગુરુકુળ શ્રદ્ધાનંદજીના શુભ હસ્તે નવસારી પાસે સંપામાં ર૦ મી સદીના આરંભમાં થયું હતું. મુંબઈ આર્યસમાજના સ્વામી નિત્યાનંદજી અને બાલકૃષ્ણ પંડિતના પ્રચાર દ્વારા આખા ગુજરાતમાં આર્યસમાજની હવા ફેલાવા માંડી. નડિયાદ અને વડોદરામાં ૧૯૦૮ માં હિંદુ અનાથ-આશ્રમની સ્થાપના થઈ હતી. ૧૯૧૨ માં આણંદમાં આર્ય
૨૫