Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૫૪
આઝાદી પહેલાં અને પછી અનુવાદ કરાવ્યો. અંગ્રેજીમાં હિંદના ઈતિહાસને લગતા ગ્રંથોમાં પ્રશિષ્ટ ગણતો વિન્સેન્ટ સ્મિથના Early History of India અનુવાદ હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ' નામે કરાયે. એવી રીતે મરાઠીમાંથી સર દેસાઈના બે ગ્રંથો–મુસલમાની રિયાસત” અને “મરાઠી રિયાસતના અનુવાદ બહાર પડ્યા છે. જયસ્વાલના Hindu Polity ને અનુવાદ “હિંદુ રાજ્યવ્યવસ્થા” નામે પ્રગટ થયે. એચ. જી. વેલ્સના “જગતને રેખાત્મક ઈતિહાસને અનુવાદ પ્રકાશિત થયે. પ્રા. દેવદત્ત ભાંડારકર લિખિત Ashoka ને “અશોક ચરિત્ર' નામે અનુવાદ થયો. રાધાકુમુદ મુખજીના અંગ્રેજી પુસ્તક Corporate Life in Ancient India ને “પ્રાચીન હિંદમાં સંઘજીવન'ના નામે અનુવાદ પણ પ્રગટ થયે.
ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ વિજ્ઞાનના વિવિધ વિષયોને લગતાં પુસ્તકના અનુવાદ પણ કરાવ્યા છે, દા.ત. પ્રફુલ્લચંદ્રરાયને “હિંદુ રસાયણશાસ્ત્રને ઈતિહાસ, ભાગ ૨.
સંસ્કૃત સાહિત્યને લગતા અંગ્રેજી ગ્રંથમાં કીથના Sanskrit Drama ને અનુવાદ કરાયો. ડાહ્યાભાઈ દેરાસરીએ અંગ્રેજી ગ્રંથો ઉપરથી તૌયાર કરેલ પૌરાણિક કથાકેશ” તથા “ભૌગોલિક કેશ' જાણીતા છે. મધ્યયુગની સાધના ધારા એ ક્ષિતિ મોહન સેનના બંગાળી ગ્રંથને અનુવાદ છે. “પ્લેટનું આદર્શ નગર' અંગ્રેજી ગ્રંથને જાણીતી અનુવાદ છે. ધર્માનંદ કોસંબીના મરાઠી ગ્રંથ અભિધર્મ તથા બૌદ્ધ સંઘને પરિચયને અનુવાદ બૌદ્ધધર્મના અભ્યાસ માટે ઉપયોગી છે.
વડોદરાની સયાજી સાહિત્યમાળા તરફથી પણ કેટલાક મહત્વના ગુજરાતી અનુવાદ પ્રકાશિત થયા છે.
ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાતીમાં ગ્રંથનું પ્રકાશન હાથ ધર્યું તેમાં કેટલાક અનુવાદોને પણ સમાવેશ થયો. દા.ત. હિંદુસ્તાનની જ્ઞાતિસંસ્થા”. સમાજ', “પ્રાચીન હિંદમાં શિક્ષણ, વગેરે. આમાં રામપ્રસાદ બક્ષીએ ન ભ. દિવેટિયાનાં ભાષણને કરેલે અનુવાદ ગુજરાતી ભાષા અને સાહિત્ય' ઉલ્લેખનીય છે.
| ભિક્ષુ અખંડાનંદે સ્થાપેલા સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે લોકપ્રિય તથા લોકોપયોગી એવા અનેક સંસ્કૃત ધર્મ—ગ્રંથેના ગુજરાતી અનુવાદ તૌયાર કરાવી પ્રકાશિત કર્યા, જેમકે છાંદોગ્ય વગેરે ઉપનિષદો, મહાભારત, હરિવંશ, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, ભગવતી ભાગવત, ગરુડ મહાપુરાણ, માર્કડેયપુરાણ, સ્કંદપુરાણ, અગ્નિપુરાણ, વિષ્ણુપુરાણ, વરાહપુરાણ, વામન પુરાણ વગેરે પરાણે,