Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૫૬
આઝાદી પહેલાં અને પછી
નટવરલાલ માલવીય(વીમાવાળા)એ મરાઠી, બંગાળી અને અંગ્રેજી ગ્રંથ પરથી અનેક અનુવાદ કર્યા તે નેધપાત્ર છે.
મહાદેવભાઈ દેસાઈ તથા નરહરિ પરીખે બંગાળી તથા અંગ્રેજી સાહિત્ય પરથી કેટલાક અનુવાદ આપ્યા છે. પ્રાણજીવન પાઠકે બે એક મહત્ત્વના અંગ્રેજી ગ્રંથોને અનુવાદ કર્યો છે. કવિ નાનાલાલ, બળવંતરાય ઠાકોર, “સુંદરમ' અને ઉમાશંકર જોશીએ કેટલાંક સંસ્કૃત નાટકના વિશદ અને શ્રદ્ધેય અનુવાદ કર્યા છે. ભાસ્કરરાવ વિઠાસે મરાઠી, અંગ્રેજી અને હિંદી સાહિત્યમાંથી કેટલાક ગ્રંથ ગુજરાતીમાં ઉતાર્યા છે. ભોગીલાલ ગાંધીએ કરેલા કેટલાક બંગાળી તથા અંગ્રેજી ગ્રંથોના અનુવાદ ખાસ નેધપાત્ર છે.
આ રીતે ગુજરાતી સાહિત્ય સંત બંગાળી હિન્દી મરાઠી ફારસી અંગ્રેજી વગેરે અનેક ઇતર ભાષાઓના સાહિત્યમાંથી અનુતિ થયેલી આ અને આવી બીજી અનેક કૃતિઓથી સમૃદ્ધ થયું છે. ૩. ઈતર ભાષાઓમાં થયેલું સાહિત્યસર્જન
આ ગ્રંથના સમયગાળા દરમ્યાન ગુજરાતીભાષી તેમજ ગુજરાતમાં વસતા અન્યભાષાભાષી સાહિત્યકારોએ કેટલીક ઇતર ભાષાઓમાં પણ લલિત તેમજ લલિતેતર સાહિત્યનું સર્જન કર્યું છે. સંસ્કૃત ૮
| મધ્યકાલમાં શરૂ થયેલી તત્કાલીન ભાષાની સાથે સાથે સંસ્કૃતમાં પણ સાહિત્ય—સર્જન કરવાની પરંપરા આ સમયગાળા દરમ્યાન પણ કેટલેક અંશે ચાલુ રહી છે.
૧૯૧૫ થી ૧૯૬૦ સુધીના સમયાવધિમાં સંસ્કૃતમાં વિવિધ ક્ષેત્રે વિવિધ પ્રકારની રચના કરનારા પંડિત–લેખકે-નાટયકારો-કવિઓ વગેરેએ અનેક રચનાઓ કરીને પરંપરા જાળવી રાખી છે.
દાર્શનિક પંડિતોની પરંપરામાં નેધપાત્ર ગ્રંથ લખનારા વિદ્વાનમાં નડિયાદના ગોસ્વામી અનિરુદ્ધલાલજી(૧૮૮૧-૧૯૩૬)એ વલ્લભસંપ્રદાયને લગતા “શુદ્ધાદ્વૈતમંજરી' “ગે પાલતાપની ઉપનિષદની ટીકા” અને “નારાયણપનિષદભાષ્ય” એ મૌલિક ગ્રંથ આપ્યા છે, જ્યારે મોરબીને શંકરલાલ માહેશ્વર શાસ્ત્રીએ લઘુસિદ્ધાંતકૌમુદી'ની સંસ્કૃત ટીકા ઉપરાંત શ્રીકૃષ્ણભુદય' જેવાં થોડાં સંસ્કૃત નાટકની પણ રચના કરી.