Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ધાર્મિક સ્થિતિ
૩૬૮
અસરને લીધે વર્તમાન સમયમાં લગભગ અદશ્ય થયાં છે. સતીપ્રથા કાયદાથી બંધ થયેલ છે. વિધવાવિવાહ તરફની ધૃણ વતમાન સમયમાં ભાગ્યેજ વરતાય છે. સ્ત્રી કુટિલ છે, નરકનું દ્વાર છે, એ ભાવના હવે લગભગ અદશ્ય થઈ છે. | ગુજરાતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણે નવી વિચારધારા પ્રગટાવી એના પરિણમે હિંદુધર્મમાં પરિવર્તન આવ્યું. હિંદુ પ્રજાની ધાર્મિક માન્યતાઓના પાયા હચમચી ગયા. મૂર્તિપૂજા તરફ વિરોધ શરૂ થયો. કેટલાકે અમૂર્તની પૂજા વિકસાવવા પ્રયત્ન કર્યા. આમ છતાં મૂર્તિપૂજાનું ધાર્મિક મહત્વ ઓછું થયું નથી. ગુજરાતમાં પ્રાર્થનાસમાજ, થિયોસોફિકલ સોસાયટી, આર્ય સમાજપ્રેરિત ગુરુકુળ વગેરે દ્વારા વર્ણભેદ કે રંગભેદ વગરની એકેશ્વરવાદની ભાવના વિકસી, પ્રજામાં સ્વધર્મ માટે મમત્વની લાગણી પેદા થઈ. પરદેશગમનની પ્રવૃત્તિએ વેગ પકડયો છે.
ગાંધીજીએ દરિદ્રનારાયણની સેવામાં સાચે યુગધર્ન જે. એમણે અસ્પૃશ્યતાનિવારણની સાથે સાથે અહિંસા એકેશ્વરવાદ આત્મશુદ્ધિ વગેરેની ભાવના વિકસાવી હિંદુધર્મને શુદ્ધ કરવા પ્રયત્ન કર્યા. આના પરિણામે વીસમી સદીના પૂર્વાર્ધ માં સમાજમાં સર્વધર્મ સમભાવ અને વિશ્વબંધુત્વની ભાવના જાગ્રત થઈ.
સ્માર્ત સંપ્રદાયમાં હાલમાં શિવનાં સૌમ્ય સ્વરૂપ પૂજાય છે. આજે પણ ઘણું હિંદુઓ સ્માર્ત સંપ્રદાયમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. હિંદુસમાજમાં શિવરાત્રિ, શ્રાવણ માસ, રુદ્રાભિષેક, લઘુરુદ્ર વગેરેનું મહત્વ હજુ ટકી રહ્યું છે. શિવની તાંત્રિક ઉપાસના ગુજરાતમાંથી લગભગ અદશ્ય થઈ છે. | ગુજરાતમાં શિવપૂજા સાથે વિષ્ણુપૂજા પણ એટલી જ પ્રાચીન અને કપ્રિય છે. વિષ્ણુપૂજામાં હાલમાં પણ વિષ્ણુના અવતારો અને શાલિગ્રામ વગેરેનું અર્ચના થાય છે. જૈનેતર વણિકોને વિશાળ વર્ગ પુષ્ટિ સંપ્રદાયને અનુયાયી છે.
વૈષ્ણવ સંપ્રદાયની સાથે સાથે વૈષ્ણવ સંપ્રદાયના અંગસમાન, પણ ડી. જુદી વિચારસરણી ધરાવતા સ્વામિનારાયણ સંપ્રદાયે પણ ઠીક ઠીક કાઠું કાઢયું છે. સમાજના નીચલા વર્ગમાં આ સંપ્રદાયનું વર્ચસ વધારે નજરે પડે છે. એ ગુજરાત ઉપરાંત ભારત બહારના અન્ય દેશોમાં સારા પ્રમાણમાં વિકસ્યા છે. એના સંતે તથા સત્સંગીઓએ અઢળક ખર્ચ કરી ભારત બહાર વિશાળ મંદિર બંધાવી સંપ્રદાયને કાભિમુખ બનાવ્યું છે.
સમગ્ર ગુજરાતમાં આજે પણ શક્તિપૂજનું વર્ચસ વરતાય છે. ગુજરાતની પ્રજામાં અંબાજી કાલિકા અને બહુચરાજી જેવી શક્તિપીઠ શાક્તસંપ્રદાયનાં
૨૪