Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૭૦
આઝાદી પહેલાં અને પછી
મહત્ત્વનાં યાત્રાધામ તરીકે લેાકપ્રિય છે. નવરાત્રમાં ઉપવાસ અને ઉપાસનાને શક્તિપૂજાના અંગ તરીકે ગણવામાં આવે છે, શક્તિપૂજામાંથી તાંત્રિક માવામમાગી એનું મહત્ત્વ ઘટી ગયું છે. મેલી વિદ્યાના નામે ઘણા છેતરપી’ડી કરતા હાય છે, સૌરાષ્ટ્રમાં આજે કેટલેક ઠેકાણે કાંચળિયા વામમાગી એ નજરે પડે છે.
આ ઉપરાંત હજુ પણ ગુજરાતમાં નાગપૂજા શંખપૂજા ગણેશપૂજા રામપૂજા, બળિયાદેવની પૂન, શીતળાની પૂજા, ભાથીખતરી, રામદેવપીર વગેરેની પૂજા પ્રચલિત છે. આવા વિવિધ દેવામાં શ્રદ્ધા રાખનાર વર્ગ સાંપ્રદાયિક વિધિઓનું પાલન કરીને આત્મસંતાષ મેળવતા જણાય છે.
આ સાથે સમાજના નીચલા વર્ગમાં રામાનંદી કખીરપંથ દાદુપથ વામમાગી વિપથ ઉદાસી રાધાવલ્લભી-પથ વગેરેમાં શ્રદ્ધા રાખનારા વ પણ નજરે પડે છે. આવા સૌંપ્રદાય સૌરાષ્ટ્ર મધ્યગુજરાત દક્ષિણ-ગુજરાત વગેરે સ્થળાએ જોવા મળે છે, પણ ગુજરાતની વિશિષ્ટતા છે કે આવા વિવિધ સૌંપ્રદાયામાં માનનાર વિશાળ વર્ગમાં ધાર્મિક મતભેદ હેવા છતાં એમનામાં મનભેદ જોવા મળતા નથી,
(૧) વસ્તી
સને ૧૯૫૧ ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં હિંદુઓની વસ્તી ૧,૪૩,૨૮,૫૩૫ ની હતી, જે વધીને ૧૯૬૧ ની વસ્તીગણતરી પ્રમાણે ૧,૮૩,૫૬,૦૬૫ થઈ. ૧૯૫૧ થી ૧૯૬૧ દરમ્યાન એમાં ૨૮.૧૧ ટકાના વધારા થયા. ૧૯૬૧ ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં હિંદુઓની વસ્તી કુલ વસ્તીના ૮૮,૯૬
ટકા હતી. અ
(૩) સ`પ્રદાયા
ઈ.સ. ૧૯૧૫ થી ૧૯૬૦ ના ગાળા દરમ્યાન ગુજરાતમાં હિંદુધર્માંના બહુવિધ સપ્રદાય, દાનિક વિચારધારા. અને ધાર્મિક પ્રવૃત્તિએ ધાર્મિક સામાજિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કર્યું છે. અહીં સંપ્રદાય શબ્દ વ્યાપક અર્થમાં પ્રયાયો છે. ૨૦ મી સદીના પૂર્વા માં આવા જે જે ધર્માં - સંપ્રદાયા રચાયા તેએમાંના ઘણામાં વૈચારિક ઉદારતા ઢાવાને લીધે સૌ સૌના કુટુ બધ'ની સાથે એમની માન્યતાઓને સુમેળ સાધવામાં આવ્યા છે. આમ છતાં કેવળ માન્યતાઓની વિશેષતાઓને કારણે એને ધર્મ સંપ્રદાય ગણેલા છે, ક્રાઈ મર્યાતિ અર્થમાં નહિ,