Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
અહી કાંકરિયા—વેદમંદિર(અમદાવાદ)ના વિદ્વાન સ્વામી ગંગેશ્વરાનંદ્જી(પ્રજ્ઞાચક્ષુ)ને યાદ કરવા જોઈએ, જેમણે ચારે વેદોની સંહિતાએને માટા અક્ષરમાં સંપાદિત કરી અનેક યુનિવર્સિટી તેમજ વિદ્વાનોમાં ભેટ આપી છે. આ ઉપરાંત ગુજરાતના બીજા અનેક વિદ્વાનેએ સંસ્કૃત ભાષામાં નાનીમાટી રચના કરી છે.
અ‘ગ્રેજી૧૯
આ સમયગાળા દરમ્યાન ગુજરાતમાં પાશ્ચાત્ય ઢબે શિક્ષણુ પામેલા વિદ્યાના મહત્ત્વના ગ્રંથ અંગ્રેજી ભાષામાં તૈયાર કરે એ સ્વાભાવિક હતું. ઈ.સ. ૧૯૫૦ સુધી ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેઝ ભાષાનું માધ્યમ પ્રયોજાતુ એ હકીકતે પણ અભ્યાસપૂર્ણ ગ્રંથા અંગ્રેજીમાં તૈયાર કરવાની વૃત્તિને પ્રાત્સાહન આપેલું.
૩૫૮
ગુજરાતી ભાષા અને સાહિત્યની પરિચયાત્મક કે સંશાધનાત્મક રજૂઆત કરતા અંગ્રેજી ગ્રંથે!માં કૃ મા‚ ઝવેરીને Further Milestones of the Gujarati Language અને The Gujarati Language, ન, ભો, દિવેટિયાનાં ગ્રંથસ્થ થયેલાં The Gujarati Language and Literature, Vol, I−II નામે વ્યાખ્યાને અને ૩, મા, મુનશીનું Gujarat and its Literature ખાસ ઉલ્લેખનીય છે.
લલિત સાહિત્યના સર્જનમાં ગુજરાતમાં સર્જાયેલી અ ગ્રેજી કૃતિમાં કવિ ખબરદારને ઊર્મિકાવ્યના સંગ્રહ The Silken Tassel નેોંધપાત્ર છે. અંગ્રેજી લલિત સાહિત્યમાં ભારતે કરેલા પ્રદાનમાં સ્થાન પામે તેવી અન્ય કૃતિ જૂજ છે,
નાટચશાસ્ત્રના વિષયમાં ડાલરરાય ૨. માંકડના Studies in Daśaripaka અને Types of Sanskrit Drama, જીવનલાલ ત્રિ. પરીખનું Vidişaka તેમજ રમણલાલ ક. યાજ્ઞિકનું Indian Theatre ખાસ નોંધપાત્ર છે.
ઇતિહાસ-પુરાતત્ત્વને લગતા અંગ્રેજી ગ્રંથેામાં ગુજરાતના ઇતિહાસને લગતા ગ્રંથે। આ સ ંદર્ભમાં ખાસ ઉલ્લેખનીય ગણાય, જેમકે History of Kathiawar by Wilburforce-Bell, Studies in Parsi History by Prof. S. H. Hodiwala, A History of Ancient Towns and Cities of Gujarat and Kathiawar by D:, A, S. Altekar, Somanath and Other Mediaeval Temples in Kathiawar by Cousens, Introduction to