Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩પર
આઝાદી પહેલાં અને પછી
ભજવા સાથે કલાપેક્ષી શિલ્પવિધાનની સભાનતા પણ પ્રયોગશીલતાની સાથે જ કેળવતી થઈ “સુંદરમ' અને ઉમાશંકર દ્વારા ઊંચાં શિખર પણ એણે સર ર્યા ટૂંકી વાર્તા ધનસુખલાલ રણજિતરામ અને મુનશી- મલયાનિલ'ના પ્રાથમિક પ્રયાસ પછી “ધૂમકેતુ' અને “દિરેફની કલમે સુરેખ કલાવિધાન પામી સાહિત્યક્ષેત્રે સુપ્રતિષ્ઠિત થઈ, ઘણી કલમને પિતાની તરફ આકષી “સુંદરમ' ઉમાશંકર પન્નાલાલ મડિયા અને જયંતી દલાલ દ્વારા પ્રગતિસોપાને ચડતી થઈ. લેકપ્રિયતામાં ટૂંકી વાર્તાને ટપી જવા માંડેલી નવલકથાએ મુનશી અને રમણલાલ દેસાઈનું નોંધપાત્ર સર્જન દેખાડી “ધૂમકેતુ', ચુનીલાલ શાહ ને મેઘાણુ જેવાને તેમ ગુણવંતરાય આચાર્ય, સોપાન “દર્શક પન્નાલાલ મડિયા પેટલીકર આદિ નવીને પોતાની તરફ વાળી, જેમ ગોવર્ધનરામના “સરસ્વતીચંદ્ર' પછી મુનશીના ગુજરાતના નાથમાં બીજા પગલાનું તેમ પન્નાલાલ પટેલનાં મળેલા જીવ' અને “માનવીની ભવાઈ'થી એ પછીનું ત્રીજું પરાક્રમી વામન–પગલું ભર્યું. નાટકમાં મુનશી અને ચંદ્રવદને સાહિત્યનાં નાટક અને રંગભૂમિ વચ્ચેની ખાઈ પૂરવાનું કર્યું. એણે સ્થગિત નાટયલેખનને ગતિ આપતાં ૧૯ર૦ સુધીની સ્થિતિ સુધરી અને નાટકે થોડાં વધુ લખાતાં થયાં. એ પછી ઇસન-શૈલીનાં નાટકની બટુભાઈ ઉમરવાડિયા અને યશવંત પંડયા જેવાને હાથ શુભ શરૂઆત થઈ. એકાંકી ચંદ્રવદન મહેતા, ઉમાશંકર જોશી, જયંતી દલાલ અને મડિયાની કલમે સાહિત્યમાં તેમ અવૈતનિક રંગભૂમિ પર પ્રતિષ્ઠાનું સ્થાન પામ્યું. નિબંધ પ્રવાસવર્ણન અને ચરિત્રના સાહિત્યકાર સર્જનાત્મક અંશોને છંટકાવથી રસાત્મક બનાવી શકાય એ કાકા કાલેલકરના નિબંધ તથા “સ્મરણ્યાત્રા'એ તેમ વીર નર્મદ “શુક્લારક અને “નરસૈયો ભક્ત હરિને જેવી કૃતિઓએ બતાવી આપ્યું. સાહિત્યવિવેચન પણ શુષ્ક અને ગંભીર મટી યથાવકાશ તીખું હળવું અને રસાળ બની શકે એ પણ આપણે ત્યાં વિજયરાય બટુભાઈ આદિ દ્વારા જેવા મળ્યું. પત્રકારત્વ પણ ઝમકદાર બની શકે એ “સૌરાષ્ટ્ર' સાપ્તાહિકે અને એની શૈલીના અનુસરણે બતાવી આપ્યું.
ટૂંકમાં કહીએ તે આ સમયાવધિમાં ગુજરાતના સાહિત્ય આધુનિક્તામાં બે ડગલાં વધુ આગળ ભર્યા છે અને એ પછીની વિશેષ આધુનિકતા માટે એ તૈયાર થઈ ઊભું છે. એ વિશેષ આધુનિકતા કઈ એ ૧૯૬૦ પછીના યુગની વાત હેઈ અત્રે પ્રસ્તુત નથી.