Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિને વિકાસ
મંડળ ૧૯૩૯ થી અસ્તિત્વમાં આવ્યું. પુ. સ. સ. મંડળનું કાર્ય મુખ્યત્વે ગ્રંથાલયને ગ્રંથો તથા સામયિકો મેળવી આપવાનું અને એના હિસાબ કિતાબ રાખી નાનાં ગ્રંથાલયોને વહીવટી કામમાંથી મુક્ત રાખવાનું છે. વડોદરાનું મંડળ ગુ. પુ. મંડળ સાથે વડોદરા રાજ્યના વિલિનીકરણ પછી મળી ગયું છે. આ મંડળના મુખ્ય ઉદ્દેશ સાર્વજનિક ગ્રંથાલયોનાં સ્થાપના વિકાસ અને ગ્રંથાલયવિજ્ઞાનને પ્રસાર છે આ હેતથી મંડળ શિબર–પરિષદે, પ્રદર્શને, શિષ્ટવાચન પરીક્ષાઓ વગેરે જે છે અને એને લગતા સાહિત્યનું પ્રકાશન કરે છે. જિલ્લા તથા તાલુકાઓમાં એની શાખાઓ છે અને એની સભ્યસંખ્યા આશરે ૪૫૦૦ છે. ગ્રંથાલયવિકાસની સમસ્યાઓ | ગુજરાતે ભારતમાં પ્રથમ સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિ શરૂ કરી, પરંતુ ભારતનાં બીજાં પ્રગતિશીલ રાજ્યની સરખામણીમાં હજુ એ આવી શક્યું નથી. બીજાં કેટલાંક રાજ્યની માફક એમાં ગ્રંથાલય-ધારો થયો નથી તેથી ગ્રંથાલય ખાતું સ્વતંત્ર નહિ, પણ શિક્ષણ ખાતાના એક ભાગરૂપે ચાલે છે. ધારાના અભાવે એને આર્થિક મદદની ચોક્કસ જોગવાઈ નથી. મોટા ભાગનાં ગ્રામગ્રંથાલય નાનાં વાચનલ જેવાં છે અને જૂજ પુસ્તકે વસાવી શકે છે. મધ્યસ્થ ગ્રંથાલયથી માંડીને ગ્રામગ્રંથાલય સુધી સુરથિત સેવા (ઈન્ટિગ્રેટેડ લાઈબ્રેરી સર્વિસ) નથી તેથી ગ્રંથાલયની કાર્યક્ષમતા ઓછી રહે છે.
પાદટીપ ૧. વિભૂત શાહ કૃત, ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિ', માહિતી ખાતું, ગુજરાત
રાજ્ય, ૧૯૮૧; Nutan Mohan Dutt, Baroda and Its Libraries તેમજ ગુજરાત રાજ્યના ગ્રંથાલયવ્યવસ્થા-અધિકારી પાસેથી મળેલી મૌખિક માહિતી પરથી.