Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
३४४
આઝાદી પહેલાં અને પછી
શિક્ષણવિચારનાં પુસ્તક, પ્રસ્થાનની સસ્તી ગ્રંથમાળાનાં તેમજ ભારતી સાહિત્ય સંઘની ગ્રંથમાળાનાં પુસ્તક-આમાં પણ ઉપરનાંની સાથે વિચારે તે ગુજરાતમાં “સંસારસુધારાયુગ” અને “પંડિતયુગ” કરતાં ગાંધીયુગીન ચેતન અને નવ સંસ્કૃતિએ સાહિત્યક્ષેત્રે કેવું વ્યાપક અને વૈવિધ્યવંતું કાર્ય દેખાડ્યું છે એને
ખ્યાલ આવશે. “ઊર્મિ નવરચના” “સંસ્કૃતિ “રેખા” “સંસાર' વગેરે માસિક તથા “ફાર્બસ સભા સૈમાસિકની સેવા પણ વિસરાય નહિ.
એ નવ સ્કૃતિ ૧૯૨૧ થી ૧૯૩૦ના દસકાએ આગળ ગણાવ્યાં તે નવાં માસિકના અને નવજીવન” તથા “સૌરાષ્ટ્ર જેવાં સાપ્તાહિકના ઉદયથી જ બતાવી એમ નથી, સરજાતા સાહિત્યમાં પણ એ સ્પષ્ટ રીતે મૂત થઈ છે. કવિતામાં નાનાલાલ અને ખબરદાર પોતાની રીતે પ્રદાન કર્યું જતા હતા, પણ નવા કવિઓનું આકર્ષણ બળવંતરાય ઠાકોર અને “કાંત ભણી વધવા લાગ્યું. મુનશીની અતિહાસિક અને સામાજિક નવલકથાઓની લેકપ્રિયતામાં ભાગ પડાવે તેવું રમણલાલ દેસાઈનું નવલકથાલેખન આ દસકામાં આરંભાયું, ટૂંકી વાર્તામાં વિશિષ્ટ સિદ્ધિ બતાવનાર “ધૂમકેતુ’ અને ‘દ્વિરેફને ઉદય પણ આ દસકામાં જ,
એક બાજુ નાનાલાલનાં બે મુઘલ નાટક અને “વિશ્વગીતા, તો બીજી બાજુ “કાંત'નાં બે નાટક અને ઠાકોરનું “ઊગતી જુવાની” નાટક ગુજરાતને મળ્યાં, એ સાથે મુનશી અને ચંદ્રવદન મહેતા નાટકલેખક તરીકે આગળ આવ્યા તેમજ બટુભાઈ ઉમરવાડિયા, પ્રાણજીવન પાઠક અને યશવંત પંડયાની કલમથી એકાંકીના નાટયપ્રકારની પણ શરૂઆત થઈ. મુનશી—ચંદ્રવદન મહેતાનાં નાટક ભજવાતાં અવૈતનિક રંગભૂમિને ઉદય અને ચીલાચાલુ ધંધાદારી ગુજરાતી રંગભૂમિની અવદશાને આરંભ પણ આ દસકાને ફાળે જાય. સાહિત્ય-વિવેચનક્ષેત્રે રામનારાયણ પાઠક, વિજયરાય વૈદ્ય, વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આદિની પ્રવૃત્તિને અને વિજયરાય વૈદ્ય-સંપાદિત કૌમુદી' સૈમાસિકને તેજસ્વી આરંભ; હાસ્યસાહિત્યમાં અને હળવા નિબંધમાં જતીંદ્ર દવે, રામનારાયણ વિ. પાઠક, વિજયરાય વૈદ્ય, ગગનવિહારી મહેતા, મુનિકુમાર ભટ્ટ જેવાઓની કલમે કેટલુંક નોંધપાત્ર કાર્ય; મેઘાણીની “સૌરાષ્ટ્રની રસધારમાળાથી લોકસાહિત્યનાં અને ગિજુભાઈ બધેકાની કલમે બાળસાહિત્યનાં સંપાદન–લેખન–પ્રકાશન માટે ઊભી થયેલી હવા; પિતાની રીતે સારું કામ બજાવતાં રહેલાં “ગુજરાતી પ્રજાબંધુ' અને ગુજરાતી પંચ” કરતાં પિતાની નવી ભાત પાડતાં સાપ્તાહિક ‘નવજીવન’ અને ‘સૌરાષ્ટ્ર૧૨ પત્રકારત્વમાં પ્રગટાવેલ નવું તેજ; આ બધું પણ આ દસકાનું પ્રદાન. પછીના બે દસકાએ આ સ્કૂર્તિને આગળ લઈ જઈ ગુજરાતી સાહિત્યની સિદ્ધિને સારા પ્રમાણમાં વધારી છે.