Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાહિત્ય:'
-
૩૪૫
એમાં ગણનાપાત્ર ફાળો અંગ્રેજી અને પાશ્ચાત્ય સાહિત્યનાં આપણે ત્યાં વધતાં રહેલાં પરિચય-પરિશીલનને પણ ગણ્યા વિના ચાલે નહિ. મુનશીની નવલકથાઓ પાછળ એલેકઝાન્ડર ડુમાની નવલકથાઓ, ધૂમકેતુ' આદિ વાર્તાકારેની વાર્તાઓ પાછળ યુરોપી–અમેરિકી વાર્તાકારોની વાર્તાઓ, પ્રાણજીવન પાઠક અને બટુભાઈ જેવાની નાટયરચનાઓ પાછળ ઇમ્સને આદિના નાટક, વિજયરાય વૈદ્ય જેવાની નિબંધિકાઓ પાછળ અંગ્રેજી હળવા નિબંધ, બળવંતરાય ઠાકોરની કવિતા પાછળ અનુ-વિકટોરિયન અંગ્રેજી કવિતા અને ફ્રેન્ચ-અંગ્રેજી પ્રતીકવાદી કવિઓની કાવ્યભાવના તેમ વિજયરાય વૈદ્ય અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તથા ઘણું અનુગામી વિવેચકોના વિવેચન પાછળ પશ્ચિમનું વિવેચન આઘેથી પ્રેરણા આપતા નમૂના તરીકે ઊભાં રહેલાં હેવાનું માની શકાય. દલપતરામ અને નર્મદાશંકરના જમાના કરતાં “પંડિતયુગના સાહિત્યમાં કલાદ્રષ્ટિ અને સૌંદર્ય-સાધનાનું પ્રમાણ વિશેષ અને ગાંધીયુગના સાહિત્યમાં એનાથીય વિશેષ જણાવાનું કારણ પશ્ચિમના સાહિત્યને વધતા જતા સંપર્ક તેમ પ્રભાવ છે. “કલાને ખાતર કલા'ને ફાન્સઈંગ્લેન્ડને વાદ અહીંના સાહિત્યકારોને પણ આકષી વધતે ઓછે અંશે પ્રભાવિત કરી ગયાનું બતાવી શકાય એમ છે. સાહિત્યકૃતિની ઉદ્દેશલક્ષિતા કે સંદેશવાહકતાનું સદંતર વિલેપન થવું કે કરવું લગભગ અશક્ય છે, પરંતુ પ્રાધાન્ય એને નહિ, પણ કૃતિનિષ્પાદ્ય આનંદ કે રસાનુભવને અને એને સાધી આપતા કલાવિધાનને તથા સર્જને પકારક સૌંદર્યદષ્ટિને મળતું થયું. એનું એક પરિણામ કૃતિના વટર પેટરે પુરસ્કારેલ મેદનિવારણ(Removal of surplusage)-રૂપે આવતું થયું, જે ઉત્તરોત્તર વધતું ગયું છે. પશ્ચિમના સાહિત્યમાં ગયા શતકમાં રેમેન્ટિક સંચલન(romantic movement)ને જે પ્રભાવ હતો તે ચાલુ શતકમાં ઘટવા માંડતાં પહેલા વિશ્વયુદ્ધ પછી સાહિત્ય સ્વાભાવિકતા અને વાસ્તવિક્તા ભણું વિશેષ વળવા લાગ્યું. વિજ્ઞાનની પ્રગતિ અને ઔદ્યોગિક ક્રાંતિએ જે પરિસ્થિતિ સરજવા માંડતાં તેણે જીવન અને સમાજવ્યવસ્થામાં જબરું પરિવર્તન આણ આપી જે નવા પ્રશ્ન ઊભા કર્યા તેઓને એમાં સીધો તેમ પરોક્ષ ફળ લેખાય. સામાન્ય માનવીને જીવનવિગ્રહ અને એના અનેકવિધ શોષણની સભાનતા જાગતાં એણે પણ ભાવનાના વાયવી વ્યોમવિહારને છેડી ધરાતલ પર જિવાતા એની અસુંદરતા ને અધર સાથેના વાસ્તવ જીવન ભણું સાહિત્યસર્જકની સંવેદનાને વાળી. ગાંધીયુગના ગુજરાતી સાહિત્ય ઉપર આવા પશ્ચિમી સાહિત્યની પણ અસર પડવી. જોઈએ તેટલી પડી છે.
ગુજરાતના સાહિત્યકારોએ ૧૯૩૦થી ૧૯૬૦ના ગાળામાં કૌતુકરાગી (romantic)