Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાહિત્ય
३४१
લાલ ગાંધી અને બીજા ઘણુ સ્નાતકેએ જે બધું લખ્યું–છપાવ્યું છે તેને સરવાળે કેટલે મોટે થાય!
ગાંધીજીની પરીક્ષ અને પ્રેરિત સાહિત્યસેવામાં ગણાવી શકાય તેવું તે આનાથી પણ બીજું ઘણું છે. ૧૯૨૦–૨૨ ની અસહકારની, ૧૯૩૦ ની મીઠાના સત્યાગ્રહની, ૧૮૪ર ની “હિંદ છોડોની એ ત્રણે પરદેશી બ્રિટિશ હકુમતને ભારતવર્ષની પ્રજાએ આપેલ લેકવ્યાપી લડતના અધિનાયક ગાંધીજી હતા. એવા તરીકે પ્રજાના હદયસિંહાસન પર પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હોવાથી તેઓ પોતે જ પ્રશસ્તિ અને અંજલિઓને એક મોટો વિષય બની ગયા. એમની પચાસમી જન્મતિથિને અવસરે નાનાલાલ જેવા પ્રતિભાશાળી અને સુપ્રતિષ્ઠિત કવિ પાસેથી સુંદર પ્રશસ્તિ અને અંજલિ ગુજરાતને તપસ્વી' કાવ્ય દ્વારા તેઓ પામ્યા છે. ત્યારથી શરૂ થયેલે એમને માટે પ્રશસ્તિ-પ્રવાહ એમના અવસાન પછી પણ આજ સુધી અવિરત વહેતો રહ્યો છે. એનું સૂકું શરીર જાણે લાકડી રે, માંહે જોરાવર એને જીવ, એવા ગાંધી ગુજરાતે ઊતર્યા રે અને “એ કોણ છે જે જ, જેણે સૌને જગાડ્યાં જેવાં પહેલી લડતે પ્રેરેલા વાતાવરણનાં વર્ષોમાં લોકપ્રિય બનેલાં ગીતોથી માંડી બીજી લડતે પ્રેરેલાં મેઘાણી સુંદરમ' “નેહરશ્મિ ઉમાશંકર શ્રીધરાણ આદિ “ગાંધીયુગ'ના લગભગ એકે એક ઉત્તમથી માંડી સાધારણ સારા કવિઓની ગાંધીજી પરની કાવ્યરચનાઓ. અને ત્રીજી લડતે અને એમના અવસાને તેમજ એમની જયંતીઓ અને પુણ્યતિથિઓને નિમિત્તે લખાયેલી ઢગલાબંધ કવિતા એની બુલંદ સાક્ષી પૂરે છે, જેમાં પરદેશી રાજસત્તાના જેલ દંડ લાઠી અને બંદૂકમાં મૂર્ત થતા દમનને શસ્ત્રબળથી નહિ, પણ આત્મબળથી અહિંસક સામને પ્રજાએ એમના નેતૃત્વ નીચે કરવાને હવે એવા આપણું એ મુક્તિસંગ્રામના ત્રણે તબક્કાએ સરજાયેલાં યુદ્ધગીત અને રાષ્ટ્રભક્તિની કવિતા તથા વાર્તા નવલકથા નાટક જેવા ક્યાત્મક સાહિત્ય-સર્જનના વિપુલ રાશિને પણ એની સાથે જ ગણાવાય. જુવાન દિલનાં સ્વાતંત્રય માટેનાં અધીરાઈ મુમૃત્સા પરાક્રમ અને બલિદાનની ભાવના ત્રીસીની કવિતામાં ભાવનાત્મક સ્તરે ઊંચી ઉઠાવાઈને વ્યક્ત થયેલી જશો. લડતને તથા એની સાથે સંપૂત ગાંધીવિચારને આપણું સાહિત્યકારોએ માનસિક અનુમોદન આપેલું હોવાથી ઘણું કથાવાર્તા–સાહિત્ય એનું પ્રચારક કે અનુમોદક બન્યું હેવાનું રમણલાલ દેસાઈ, “સોપાન', 'દર્શક, રામનારાયણ ના. પાઠક, નવલભાઈ શાહ આદિની જ નહિ, બીજા ઘણાની કૃતિએ બતાવે છે. દક્ષિણ આફ્રિકાના, ખેડાના, ચંપારણના, અમદાવાદની મજૂર હડતાળના, બારડોલીના વગેરે