Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
કેળવણી
૩૧૯
મુખ્ય સાત વિષયો ઉપરાંત અન્ય વિષયો વૈકલ્પિક ધેારણે શીખવાય છે. એમાં માતૃભાષા ફરજિયાત છે. આઠમા ધેારણથી અંગ્રેજી કે હિંદી વૈકલ્પિક ભાષા તરીકે અને તમામ ધારણથી સ ંસ્કૃત ભાષા બીજી ભાષા તરીકે શીખવાય છે. આ ઉપરાંત નામુ અંકગણિત ટાઇપ-રાઈટિંગ, ટેકનિકલ વિષયો, ખેતી – ગેાપાલન કલાએ અને ઉપયોગી કલાના વિષય પણ વૈકલ્પિક વિષય તરીકે રાખી શકાય છે. શાળાએ સાથે પ્રયોગશાળા અને વક શાપ-પદ્ધતિના વધુ ઉપયોગ થાય એવી સાન્ટ યોજના(૧૯૪૬)એ ભલામણુ કરેલી, વળી સંગ્રહસ્થાન અને પુસ્તકાલયે શરૂ કરાય તેવી પણ ભલામણ કરેલી. શિક્ષણમાં ટેકનિક-ઔદ્યોગિક શિક્ષણ અને કલાના વિષય વધે એમ પણ એણે સૂચવેલું.
મધ્યસ્થ સરકારે ૧૯૫૪ માં સેન્ટ્રલ સ્કૂલની યોજના કરી દેશના દરેક જિલ્લામાં આવી એક શાળા મુખ્ય મથકે શરૂ કરવાનું નક્કી કરેલુ. તે પ્રમાણે ગુજરાતમાં આવી નવ શાળા શરૂ થઈ છે.૪૮ આ શાળાઓને ગ્ર ંથાલય અને અંતર સાધના માટે ૧૦ થી ૧૫ ટકા ગ્રાન્ટ વિશેષ મળે છે.
કન્યાઓ માટેની માધ્યમિક શાળાઓની સંખ્યા વધીને ૧૦૧ થઈ. ‘ભાવનગર-દક્ષિણામૂતિ'માં ગિજુભાઈ-નાનાભાઈએ બાલમંદિર અને વિનયમમંદિરમાં કુમાર-કન્યાઓને સહશિક્ષણ આપવાની શરૂઆત કરેલી. ૧૯૫૭-૫૮ માં ગુજરાતમાં મિશ્ર શાળાઓમાં ૬૧ ટકા કન્યા શિક્ષણ લેતી એ નેંધપાત્ર છે.૪૯
આમ છતાં ગુજરાતમાં સમગ્ર તબકકે કેળવણીમાં અપવ્યયનુ ધારણ ઊચું છે એ ખેદજનક છે.ધારણ પહેલામાં ૨/૩ વિદ્યાર્થી એને અપવ્યય થાય છે. એમાં કુલ છેોકરાઓના ૫૬ ટકા અને કુલ છેકરીઓના ૬૨ ટકાના અપવ્યય થાય છે.
સરખાવા ભારતના અપવ્યયના ટકા :૫૦ ઈ. સ. ૧૯૩૧ થી ૧૯૬ ૦-૬૧.
૧૯૩૧-૩૨
૧૯૪૧-૪૨
૧૯૪૬-૪૭
૧૯૫૦-૫૧
૧૯૬૦-૬૧
૮૦.૮ ટકા
૭૦ ટકા
૫.૦ ટકા
૬.૩ ટકા
૬૬.૮ ટકા
માધ્યમિક શિક્ષકો માટેની પ્રથમ બી.ટી. કોલેજ ગુજરાતમા વડોદરા રાજ્યે ખાલી હતી. ૧૯૯ પછી એનેા ઝડપી વિકાસ થયો. અમદાવાદમાં ૧૯૫૨ માં એ. જી. ટીચર્સ કોલેજ શરૂ થઈ. પોરબંદર વલ્લભવિદ્યાનગર રાજકોટ ભાવનગર વગેરે સ્થળાએ પગ આવી કલેન્દ્રે બી.ટી.' તે સ્થાને બી.એડ.' ઉપાધિ અપાવે છે.
૧૯૫૬ માં બુનિયાદી કેળવણી મૂલ્યાંકન કમિટી નિમાયેલી તેણે બધા જ શાળાનું બુનિયાદીકરણ કરવા ભલામણૢ કરેલી, દ્વિતીય પચવર્ષીય યોજનામાં