Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ગુજરાતમાં ગ્રંથાલય-પ્રવૃત્તિને વિકાસ મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી વડોદરા રાજયમાં શરૂ થયેલી ગ્રંથાલય-પ્રવૃત્તિ ૧૯૧૫ ની આસપાસ વ્યવસ્થિત થઈ ચૂકી હતી. વી. એ. બોર્ડના અને જે.એસ. કુડાલકરની રાહબરી નીચે ૧૯૧૦માં સ્થપાયેલ લાઈબ્રેરી ડિપાર્ટમેન્ટ તરફથી વિકાસની મોટી જનાઓ તૈયાર થઈ હતી. ૧૯૧૧ માં સ્થપાયેલ વડોદરા મધ્યસ્થ ગ્રંથાલય એ ભારતનું સૌથી પહેલું મુક્ત દ્વાર–પ્રવેશવાળું, ન્યાતજાત વગેરેને કઈ પણ ભેદભાવ વિનાનું અને વાચક પાસેથી કોઈ પણ જાતની ફી લીધા સિવાયનું સાર્વજનિક ગ્રંથાલય હતું. ગ્રંથાલય-પ્રવૃત્તિને સ્પર્શતા ધારા તથા સમિતિઓનાં કાર્ય
વડોદરા રાજયના તા. ૨૭-૬-૧૯૧૧ ના “સાર્વજનિક ગ્રંથાલયના નિયમે, જેમાં પાછળથી સુધારાવધારા થયેલા અને જેના પાયા ઉપર પાછળથી ગુજરાત સરકારના નિયમો થયા છે તે આ દિશાને પ્રથમ સરકારી પ્રયત્ન છે.
સને ૧૯૩૭માં મુંબઈ રાજ્યમાં કેગ્રેસની સરકાર અમલમાં આવ્યા પછી ગ્રંથાલયોના વિકાસ માટે એણે શ્રી એ. એ. એ. ફેઝીના પ્રમુખપણા નીચે સમિતિ નીમેલી તેણે રાજ્ય માટે મધ્યસ્થ ગ્રંથાલય, પ્રાદેશિક ગ્રંથાલયો, જિલ્લા ગ્રંથાલયે અને ગ્રામગ્રંથાલયનું સુગ્રથિત તંત્ર રચાય અને તેઓને અનુદાન મળે એવી ભલામણ કરી છે.
૧૯૫૪માં ડિલિવરીઝ ઓફ બુકસ(પબ્લિક લાઈબ્રેરીઝ) “ઍકટ થયો તે અન્વયે પ્રકાશિત થયેલ દરેક પુસ્તકની નકલે બીજાં પ્રાદેશિક ગ્રંથાલયોને આપવાનું ઠર્યું. આ કાયદા અન્વયે ગુજરાતી પુસ્તકો મુંબઈની રૉયલ એશિયાટિક લાઈબ્રેરીને આપવાનું નક્કી થયું. ગુજરાતનું રાજ્ય થયા પછી આ પુસ્તકસંગ્રહ ગૂજરાત વિદ્યાપીઠ-ગ્રંથાલયને આપવામાં આવ્યો છે. ગ્રંથાલયવિજ્ઞાનનું શિક્ષણ
ભારતમાં ગ્રંથાલયવિજ્ઞાનનું પદ્ધતિસર શિક્ષણ આપવાને પ્રથમ પ્રયોગ વડોદરામાં ૧૯૧૦ માં મધ્યસ્થ ગ્રંથાલયમાં કરવામાં આવ્યું હતું અને છ માસના અભ્યાસક્રમમાં પદવી ધરાને દાખલ કરી એ વખતના વ્યવસ્થાપક શ્રી. બોર્ડને