Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૧૭
કેળવણી
ગૂજરાત વિદ્યાપીઠે પ્રાથમિક શાળાની ચાલણ ગાડીથી માંડીને સ્નાતક કક્ષાના વિનયન તેમજ વેપાર-વાણિજ્ય વિદ્યાનાં ૧૯૨૯ સુધીમાં પહેલાં ૬૦ અને પછી ૧૬૧ પાઠ્ય પુસ્તક પ્રસિદ્ધ કરેલાં. આ ઉપરાંત ગુજરાતી-હિંદુસ્તાની તથા શબ્દાવલીના રૂપમાં જોડણી કોશ (૧૯૨૯) પણ તૈયાર કરાવ્યા. જે પછી ગુજરાતી ભાષામાં અને ગુજરાતમાં સર્વસ્વીકૃત થયાં. હિંદુસ્તાની હિંદી માટેનાં વિનીત-વિશારદ અને તાલીમના પુસ્તક પણ એણે તૈયાર કરાવેલાં જે ઘણીખરી ખાનગી શાળાઓમાં આજ સુધી ચાલે છે.
(૨) આઝાદી પછી આઝાદી પછીના પ્રવાહ - ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી એ સાથે એક નવો સ્મૃતિને ઓધ ઊઠે તેની ઝલક કેળવણી-ક્ષેત્રે પણ દેખાવા લાગી. ઈ. સ. ૧૯૪૭ થી ૧૯૬૦ ના સ્વાતંત્ર્યોત્તર ગાળામાં કેળવણીને પ્રચાર લગભગ દ્વિગુણિત થયે અને એમાં વિષય-વૈવિધ્ય પણ પુષ્કળ વધ્યું. સને ૧૯૪૭ ના કાયદાથી શાળામંડળથી લેકબેડ અલગ થયું. શાળાનું ગ્રાન્ટનું ઘેરણ સુધારીને વધુ ઉદાર બનાવાયું. પૂર્વ-પ્રાથમિક શિક્ષણ
સ્વરાજ્ય મળ્યા પછી પેટલાદ-વડોદરા આસપાસ ૧૦૦ જેટલી બાલવાડીઆંગણવાડી ચાલતી હતી. અમદાવાદ સુરત વગેરે નગરોમાં બાલમંદિરને પ્રચાર વધુ હતે. સૌરાષ્ટ્ર માં ૧૧ બાલમંદિર ચાલતાં હતાં. ગુજરાતનાં નાનાં મોટાં નગરોમાં બાલમંદિર-બાલવાડી ચલાવવાની પ્રવૃત્તિ વધી છે. આજે છે સરકારી અને બે ખાનગી અધ્યાપન મંદિરો-તાલીમી શાળાઓ ચાલે છે. પ્રાથમિક શિક્ષણ
રાષ્ટ્રિય કેંગ્રેસે શિક્ષણક્ષેત્રે અને સંસ્કારક્ષેત્રો વરિત પ્રગતિ કરવા સ્વભાષાને જ મુખ્ય આધાર ગણી અને વિદેશી કે પરભાષાને વ્યવહાર તથા શિક્ષગુના માધ્યમ તરીકે દૂર કરવા પ્રયત્ન કર્યા સરકારે બાળકો માટે ૧૪ વર્ષની વય સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું તેથી શાળામાં ભરતી ૧૫ ટકા થતી તે ૨૩.૭ ટકા વધી.૪૧ ઈ. સ. ૧૯૪૭ થી લગભગ નઈ તાલીમની ૨,૪૧૨ થી વધુ શાળા ચાલે છે. સરકારે પ્રાથમિક શિક્ષમાં નઈ તાલીમ અર્થાત્ પાયાની કેળવણીને સ્વીકારી છે. આ શાળાઓમાં કંતામણ વણાટ બાગકામ ખેતી સુથારી કાર્ડબોર્ડ વગેરેના ઉદ્યોગ શીખવાય છે. પ્રથમ