Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૫૬
આઝાદી પહેલાં અને પછી
અનાજના ઉત્પાદનને અભ્યાસ કરતાં ડાંગ વડેદરા ભરૂચ અને જૂનાગઢમાં અનાજનું ઉત્પાદન સ્થિર છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં અનાજનું ઉત્પાદન ઘટાડે દર્શાવે છે. બાકીના જિલ્લા પ્રગતિશીલ છે; એમાં અનાજનું ઉત્પાદન ક્રમશ: વધતું રહ્યું છે અને ૧૦ ટકા પુરાંત પણ બતાવે છે.૧૫
કસ ઓછો હેવાનું કારણ ખાતરને અપૂર ઉપયોગ છે. ખાતરના સપ્રમાણ ઉપયોગથી ૩૦ ટકા ઉત્પાદનમાં વધારે થાય છે. વરસાદ અને રેલના પાણીથી જમીનનું ખાસ કરીને નદીકાંઠાના કે ડુંગરાળ વિસ્તારમાં જોવાણ થાય છે, ઉપર કપ ઘસડાઈ જતાં કેતરે પડી જાય છે. | ગુજરાતમાં જૂનાગઢ અને દક્ષિણ ગુજરાત સિવાય અન્યત્ર વરસાદ અનિયમિત પડે છે. દર પાંચ વરસે એકાદ વરસ દુકાળ કે અછતનું આવે છે. કચ્છ બનાસકાંઠા ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દર પાંચ વરસે બે વરસ એવાં હોય છે. ગુજરાતમાં સિંચાઈનું પ્રમાણ ઓછું છે. ૧૯૪૭ પહેલાં ૧,૫૯,૦૧૧ એકરમાં સિંચાઈ થતી હતી, પહેલી યોજનાને અંતે એમાં ૭૪,૧૦૦ એકરને વધારે થયો હતું. બીજી યેજનાને અંતે એમાં ૧૯૬૦-૬૧ માં ૧,૭૬,૫૭૨ એકર જમીનમાં નહેર દ્વારા સિંચાઈ થઈ. ૯૨-૯૫ ટકા જેટલા વિસ્તાર કૂવાના પાણીથી સિંચાઈને લાભ મેળવે છે. ૧૧.૩૨ લાખ એકર તળાવ કચ્છ ગુંડળ જામનગર
અને ભાવનગર જેવાં રાજ્યોમાં હતા. આઝાદી બાદ તાપી મહી ભાદર શેત્રુંજી મધુ બ્રાહ્મણી ભેગા આજી ધી સિંહણ પુના હિરણ મચ્છુદ્રી ઓઝત રંધોળા રુદ્રમાતા વગેરે નદીઓ ઉપર બંધ બંધાતાં સિંચાઈનું પ્રમાણ વધ્યું છે, છતાં ૧૯૬૦-૬૧ માં ગુજરાતમાં કુલ જમીન પૈકી ૬૨ ટકા જમીનને જ સિંચાઈને લાભ મળતો હતો, જ્યારે ભારતમાં આ પ્રમાણ ૧૭ ટકા હતું.'
જમીનની જાત તથા પાણીની તપાસ કરી વધુમાં વધુ લાભ લેવા નથી. ઘઉંનું વાવેતર દક્ષિણ ગુજરાતમાં થાય ત્યાં ઉતાર ઓછો આવે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ડાંગરને ઉતાર એ છે આવે છે. એક પાક વારંવાર લેવાથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. બિયારણ માટે મોટા ભાગના ખેડૂત વેપારી ઉપર આધાર રાખે છે. ખેતીવાડી ખાતા તરફથી પૂરતા પ્રમાણમાં સુધારેલ બિયારણ મળતું નથી, આ કારણે ઓછો ઉતાર આવે છે. ખેડૂતે ગરીબીને કારણે સારું સુધારેલું બિયારણ વાપરી શક્તા નથી. ગુજરાતમાં ગીર કાંકરેજી અને થરી ઓલાદનાં પશુ છે, પણ એની શુદ્ધતા જળવાતી નથી. પરિણામે ખેડૂત ગરીબીના કારણે ગમે તેવા બળદને ઉપયોગ કરે છે. વળી પશુઓને પૂરતે ખોરાક મળતું નથી તેથી કાર્યશક્તિમાં ઘટાડો જોવા મળે છે. હજી પણ પુરાતની