Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૫૪
આઝાદી પહેલાં અને પછી
ટકા એટલે ૨૬,૧૩,૬૮૪ લોક તળ–ગુજરાતમાં ખેતી ઉપર નભતાં હતાં. ૧૯૫૧ માં તળ–ગુજરાતના ૬૨.૧૬ ટકા, સૌરાષ્ટ્રના ૪૬.૬૨ ટકા અને કચ્છના ૪૨.૦૩ ટકા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતા એટલે સમગ્ર ગુજરાતની ૧૬૧ લાખની વસ્તી પૈકી ૯૨.૫૧ લાખ લોક એટલે કુલ વસ્તીના ૫૭.૪ ટકા લોક ખેતી દ્વારા રાજી મેળવતાં હતાં. ૧૯૬૧ ની વસ્તી-ગણતરીમાં આશ્રિતેની જે તે વિભાગમાં નોંધ લેવાઈ નથી. કામ કરનાર કુલ ૮૪.૭૪ લાખ પૈકી ૫૭.૫૧ લાખ લેક ખેતીમાં રોકાયાં હતાં. આમ ખેતીમાં રાકાયેલાંઓની ટકાવારી ૬૮.૩ ટકા આવે છે. આડકતરી રીતે ખેતી ઉપર નભતાં લોકોને આ સંખ્યામાં ઉમેરા કરીએ તે એની ટકાવારી ૭૫ ટકા થાય છે. ગ્રામવિસ્તારમાં બીજા કોઈ વ્યવસાયના અભાવે ખેતીમાં વધારે લોક જોડાયાં હતાં. હિંદમાં ખેતીમાં જોડાયેલાં લેકાનું પ્રમાણુ ૯ ટકા હતું.
૧૧
સને ૧૯૫૧ માં તળ-ગુજરાતમાં એક કરોડ ૪૦ લાખ એકર, સૌરાષ્ટ્રમાં ૮૬ લાખ એકર અને કચ્છમાં ૧૧,૪૧,૭૭૯ એકર જમીનમાં ખેતી થતી હતી. સને ૧૯૫૭–૧૮ માં ગુજરાતની ૨,૨૭,૮૮,૮૦૦ એકર જમીન ખેતી નીચે હતી. ૧૯૫૮-૫૯ માં ૨,૪૪,૧૫,૨૦૦ એકર એટલે કુલ વિસ્તારના પર.૪૭ ટકા જમીનમાં ખેતી થતી હતી. ૨૩,૫૭,૨૦૦ એકરમાં ( ૫.૫ ટકા ) જંગલે, ૧,૧૪,૩૨,૪૦૦ એકર (૨૬ ટકા) ઉજ્જડ અને બિનખેડાણ, ૪,૫૫,૪૭૦ એકર ખેતી સિવાયના ઉપયાગની, ૧૮,૨૭,૦૦૦ એકર (૫૫ ટકા) ખેડાણ લાયક પડતર અને ૨૬,૬૫,૦૦૦ જમીન ગાચર નીચે (૫.૯૩) હતી, બાકીની પડતર જમીન હતી. કુલ જમીન ૪૪,૦૨,૩૦૦ એકર હતી.૧૨
ખેડાણ નીચેની જમીનમાં અનાજ અને રૂ તેલીબિયાં તમાકુ ધાસ ફળા વગેરે રાકડિયા પાકાનુ વાવેતર થતું હતું. અનાજ અને રાકડિયા પાકના પ્રમાણને આધાર બજારમાં પ્રવતા ભાવે ઉપર અમુક અંશે અવલ એ છે. અગાઉ અનાજ અને કપાસના વાવેતર તરફ લક્ષ અપાતું હતું, પણ હાલ કપાસ ઉપરાંત મગફળીનુ વાવેતર વધારે થાય છે. મગફળીને હલકી જમીન પણ માફક આવે છે અને અનાજ કરતાં એના ઉતાર વધારે આવે છે; વળી જમીનની ફળદ્રુપતામાં એનાથી વધારા થાય છે તથા એને પાલે પશુના ચારા માટે પણ ઉપયોગી છે. સને ૧૯૫૮-૫૯ માં ખેડાણ નીચેની જમીન પૈકી ૫૩. ૩૦ ટકા જમીનમાં અનાજનું અને ૪૬.૭૦ ટકા જમીનમાં તેલીબિયાં શેરડી કપાસ તમાકુ ઘાસ વગેરે કડિયા પાકોનુ વાવેતર થયું હતું. ૧૯૬૧-૬૨ માં ૪૬ ટકા જમીન ખારાકી પાક નીચે હતી. ૧૩