Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૭૬
આઝાદી પહેલાં અને પછી
દેના બેન્કની શરૂઆત ૧૯૩૮ માં પ્રાણલાલ શેઠના અંગત સાહસ તરીકે થઈ હતી. એનું મુખ્ય મથક મુંબઈ છે. બૅન્ક ઑફ ઇન્ડિયાએ અમદાવાદમાં ૧૯૨૦ માં, સુરતમાં ૧૯૩૧ માં, ભૂજમાં ૧૯૪૩ માં અને જૂનાગઢ વેરાવળ અને પાલનપુરમાં ૧૯૪૪માં એની શાખાઓ ખેલી હતી. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૧૯૨૩ માં અને ૧૯૩૯ માં અમદાવાદમાં બે શાખા ખોલી હતી. જામનગર રાજ્યમાં, વડોદરામાં, સુરતમાં અને સુરેંદ્રનગરમાં સેન્ટ્રલ બેન્ક વધુ શાખાઓ ખેલી હતી. પંજાબ નેશનલ બૅન્ક ૧૯૪૩-૪૭ દરમ્યાન અમદાવાદ સુરત રાજકેટ સુરેદ્રનગર અને વઢવાણમાં એની શાખાઓ શરૂ કરી હતી. યુનાઈટેડ કોમર્શિયલ બૅન્ક ૧૯૪૩ અને ૧૯૪૪ માં અમદાવાદ વડોદરા અને સુરતમાં શાખાઓ શરૂ કરી હતી. અમદાવાદમાં રાજસ્થાની લેકની વસ્તી વધારે હોવાથી સ્ટેટ બેન્ક
ઔફ બિકાનેર ઍન્ડ જયપુરની બે શાખા અમદાવાદમાં ૧૯૪૫ અને ૧૯૪૬ માં શરૂ થઈ હતી.
હિંદુસ્તાન કોમર્શિયલ બેન્કની બે શાખા ૧૯૪૪ અને ૧૯૪૫ માં અમદાવાદમાં શરૂ થઈ હતી પ૩
આઝાદી પૂર્વે અમદાવાદ સુરત મહેસાણા વડોદરા જામનગર ખેડા ભાવનગર સુરેંદ્રનગર રાજકેટ પંચમહાલ જૂનાગઢ અમરેલી ભરૂચ કચ્છ અને બનાસકાંઠામાં કુલ ૯૫ વેપારી બેન્ક હતી. આ ઉપરાંત ૩૫ સહકારી બેન્ક હતી.
આઝાદી બાદ ૧૯૫૦ માં સૌરાષ્ટ્ર રાજ્ય ભાવનગર પાલીતાણા રાજકોટ પોરબંદર અને વડિયાની બૅન્કોનું જોડાણ કરીને સ્ટેટ બેન્ક ઑફ સૌરાષ્ટ્રની રચના કરી હતી. કેનેરા બેન્ક ૧૯૫૫ અને ૧૯૫૯ માં અમદાવાદ અને ભાવનગરમાં બે શાખા ખેલી હતી. અલ્લાહાબાદ બેન્ક અને ઓવરસીઝ બેન્કે પિતાની શાખા ૧૯૫૭ અને ૧૫૮ માં અમદાવાદમાં ખેલી હતી, ૧૯૫૯ માં સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ગૌણ શાખા બની. સહકારી બેન્કની સંખ્યા ૭૧ થઈ હતી. આ બેન્કો મેટે ભાગે નાગરિક અને જિલ્લા મધ્યવતી બેન્કે હતી.૧૪
૧૯૪૮ થી ૧૯૬૦ દરમ્યાન ૧૫ વધુ શાખાઓ ઉમેરાતાં બેન્કની કુલ શાખાઓની સંખ્યા ૨૯૦ થઈ હતી. ૧૯૬૦ માં અમદાવાદમાં ૪૩, વડોદરામાં ૧૪, સુરતમાં ૭, ભરૂચમાં ૩, નડિયાદમાં ૫, આણંદમાં ૩, પેટલાદમાં ૩, ખંભાતમાં ૪, ઊંઝામાં ૩, સિદ્ધપુરમાં ૩, પાટણમાં ૩, પાલનપુરમાં ૩, અમરેલીમાં ૪, જૂનાગઢમાં ૭, પોરબંદરમાં ૮, વેરાવળમાં ૬, માણાવદરમાં ૩, રાજકોટમાં ૮, જામનગરમાં ૧૦, ભાવનગરમાં ૮, સુરેંદ્રનગરમાં ૫, ધ્રાંગધ્રામાં ૩, લીબડીમાં ૩, ભૂજમાં ૩, ગાંધીધામ-કંડલામાં ૫ વેપારી બેન્કની શાખા આવેલી હતી. બીજા શહેરમાં