Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૮૨
આઝાદી પહેલાં અને પછી છે. તેઓ વેપારી બૅન્કના ધોરણે કામ કરે છે. પછાત વર્ગને મકાન માટે લોન પણ આપે છે. કચ્છમાં ગાંધીધામમાં અને સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જુનાગઢ જામનગર સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાઓમાં એની સંખ્યા ૧૯૬૧ માં ૨૫ હતી. તળ-ગુજરાતના જિલ્લાઓમાં એની સંખ્યા ૫૧ હતી. બનાસકાંઠા અને ડાંગ ૧૯૬૦ માં એનાથી વંચિત હતાં. સૌથી વધારે નાગરિક બેંકે અમદાવાદ શહેરમાં છે. ૬૮
રાજ્યકક્ષાએ અગાઉ બેઓ પ્રેવિન્શયલ કો – પરેટિવ બૅન્ક' સીધી મદદ આપતી હતી તેનું સ્થાન બોમ્બે સ્ટેટ કે-ઑપરેટિવ બેન્ક ૧૯૫૬ સુધી લીધું હતું. જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક, નાગરિક સહકારી બેન્ક, ઔદ્યોગિક સહકારી મંડળીઓ વગેરે એની સભ્ય છે. ૧૯૫૧ માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના બાદ સૌરાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક શરૂ કરવામાં આવી હતી. કચ્છ એટ સેન્ટ્રલ કે-ઓપરેટિવ ફાઈનેન્સિંગ બેઈ હતું. ૧૯૬૦ થી સૌરાષ્ટ્ર કો-ઑપરેટિવ બેન્ક સમગ્ર ગુજરાતની રાજ્યકક્ષાની ટોચની સહકારી બેન્ક તરીકે કામ કરે છે. એ જિલ્લા મધ્યસ્થ બેન્કોને ખેતીવાડી માટે ટૂંકા ગાળાની લેન આપે છે. એ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં ખાંડનાં કારખાનાં તેલ-મિલે જીન-પ્રેસ વગેરેને પણ લેન આપે છે. દુકાળના વખતમાં ખેડૂતને લેન ભરપાઈ કરવા મધ્યમ ગાળાની લેન આપે છે. નાગરિક બૅન્કે પણ એના દ્વારા લેન મેળવે છે. ૬૮
રાજ્યકક્ષાની સહકારી બેન્ક અને ગ્રામકક્ષાની પ્રાથમિક સહકારી મંડળી વચ્ચે જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક સાંકળ સમાન છે. ખેડા જિલ્લામાં ૧૯૨૦ માં એ શરૂ કરાયા બાદ ફડચામાં જતાં ૧૯૪૯ માં ફરી એ શરૂ કરાઈ હતી. મહેસાણા જિલ્લામાં એ ૧૯૧૭ થી કામ કરતી હતી. અમદાવાદ જિલ્લામાં પીપલ્સ કો-ઓપરેટિવ બૅન્ક ૧૯૨૨ માં શરૂ થઈ હતી. એ આ કામ કરતી હતી, પણ જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્ક ૧૯૫૪ માં શરૂ કરાઈ હતી. બનાસકાંઠા સાબરકાંઠા કરછ તથા સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં ૧૯૫૯માં એ શરૂ કરાઈ હતી. ૧૯૬૦ માં જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કોની સંખ્યા ૧૬ હતી અને એની ૧૭૪ શાખા હતી. ટૂંકી અને મધ્યમ કક્ષાની ખેતીના કામ તથા જમીન-સુધારણા માટે ગામ સહકારી મંડળીઓને લેન આપે છે.૭૦
લાંબા ગાળાની લેન લેન્ડ મોર્ટગેજ બેન્ક દ્વારા ખેડૂતેને મળે છે. વડોદરા રાજ્યમાં ૧૯૩૨-૩૩ માં લૅન્ડ મોર્ટગેજ બૅન્ક સ્થપાઈ હતી, સૌરાષ્ટ્રમાં ૧૯૫૧ માં એ સ્થપાઈ હતી. ૧૯૪૬ થી ૧૯૫૪ દરમ્યાન તળ-ગુજરાતમાં પણ આ