Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ભારતમાંના અન્ય પ્રદેશમાં તથા વિદેશમાં ગુજરાતીઓ
૧૯૭૧ ની વસ્તી-ગણતરી મુજબ ભારતનાં બધાં રાજ્યે પૈકી મહારાષ્ટ્રમાં ગુજરાતીઓની સ ંખ્યા સહુથી વધુ (૧૩.૮૮ લાખ) છે. એ પૈકી એક્લા મુ`બઈમાં ૧૧ લાખ જેટલી છે. પૂર્વાંચલ પ્રદેશામાં આશરે ત્રણ લાખ ગુજરાતીઓની સખ્યા પૈકી એકલા લકત્તામાં ૧ લાખ જેટલી સ ંખ્યા હોવાના અંદાજ છે. તમિળનાડુમાં લગભગ ૨ લાખ અને મધ્યપ્રદેશમાં ઢેઢ લાખ જેટલા ગુજરાતી છે. ગાવામાં પણ ૬૦ હજાર જેટલા ગુજરાતી છે. બાકીના અન્ય પ્રદેશેામાં ગુજરાતીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. એરિસ્સા(ઉલ)માં થયેલી ૧૯૬૨ ની એક પદ્ધતિસરની ગણતરી પ્રમાણે ૧૧,પરર ગુજરાતી વ્યક્તિ ઉત્લમાં વસતી હતી.ર
ઉપરની ગણતરીએ ૧૯૬૧ થી ૧૯૭૦ દરમ્યાનના વસ્તીવધારાને લક્ષમાં લેતાં ગુજરાત બહાર ભારતના પ્રદેશમાં ગુજરાતીઓની હાલ સ ંખ્યા ૧૯૬૦ માં સહેજે ૨૦ લાખ અંદાજી શકાય.
દરિયાપારના ૧૪૨ દેશોમાં વસતા ભારતીયેાની સંખ્યા અ ંગે તા. ૨૪-૭-૮૦ના રાજ ભારત સરકાર તરફથી રજૂ થયેલા નિવેદન અનુસાર આ દેશે પૈકી અમેરિકામાં ૩ લાખ ભારતીય જણાવ્યા છે. યુનાઇટેટ ટેટ્સના સેન્સસ બ્યૂરોએ આપેલા અ દાજ પ્રમાણે એશિયાઈ ભારતવાસીઓની સંખ્યા (૩,૬૧,૫૪૪)માંના ઘણા મોટા ભાગ ગુજરાતીઓને છે.” કેનેડામાં ૧ લાખ ૭૫ હજાર ભારતીયા પૈકી ૧ લાખ ગુજરાતી અદાજી શકાય. યુ. કે. માં ૫ લાખ ભારતીયો પૈકી ૩ લાખ ગુજરાતી અંદાજી શકાય. આફ્રિકા ખંડમાં, કેન્યા (૧ લાખ), યુગાન્ડા ઝડીર ઝાંબિયા સામાલિયા યુથાપિયા દક્ષિણ-આફ્રિકા, મારેશિયસ માડાગાસ્કર વગેરેમાં થઈને કુલ ૧૦ લાખ ગુજરાતી હતા. આ ઉપરાંત ફીજી સિંગાપોર જાપાન ઑસ્ટ્રેલિયા અને પૂર્વના અન્ય પ્રદેશમાં ૧ લાખ જેટલા ગુજરાતી અંદાજી શકાય. પાકિસ્તાનના પશ્ચિમ પ્રદેશામાં ખાસ કરીને ગુજરાતી ભાષા એટલતા સિધીને ગણતરીમાં લેતાં આ અંદાજ પાંચ લાખ જેટલા વાસ્તવિક ગણાશે.
આમ ગુજરાત બડ઼ાર લગભગ ૨૦ લાખ ગુજરાતી વિદેશમાં અને ૨૦ લાખ ગુજરાતી ભારતના જુદા જુદા પ્રદેશામાં ગણીએ તો કુલ ૪૦ લાખ ગુજરાતી બૃહદ્ વિશ્વમાં વસવાટ કરતા હતા એમ ગણાય.