Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૯૧
ગુજરાતમાં સિંચાઈની સગવડ વધ્યા પછી બારડોલી ગણદેવી અને કડીનારમાં ખાંડસરીનાં કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં છે. વડોદરા રાજ્યના શાસન દરમ્યાન ખાંડનું કારખાનું બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ નવેસરથી સહકારી ધોરણે ગણદેવી કેડીનાર બારડોલીમાં ખાંડસરીનાં કારખાનાં ઊભાં થયાં છે. ૧૯૬૧ માં ત્રણે કારખાનાંઓમાં ૨૨,૬૧૯ ટન ખાંડસરી પેદા થઈ હતી.
ગુજરાતમાં મગફળી તલ એરંડા વગેરેનું વાવેતર થાય છે તે પૈકી સૌરાષ્ટ્રમાં ૧૯૫૯-૬૦ માં ૩૧.૧૬ લાખ એકરમાં તથા તળ-ગુજરાતમાં ૮.૦૫ લાખ એકરમાં વાવેતર થયેલ, જેનું ઉત્પાદન ૮.૫ લાખ ટન થયેલ. ખેડા તથા મહેસાણા જિલ્લામાં એરંડાનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં તલનું વાવેતર પણ થાય છે. ૧૯૫૯ માં લઘુ ઉદ્યોગ નીચેની ૨૬૧ તેલ-મિલમાં ૫૭૬૭ માણસોને રોજી મળતી હતી. ૧૯૬૦-૬૧ માં ગૃહ અને લઘુ ઉદ્યોગ નીચે ૪,૯૯૦ એકમ હતા. એ દ્વારા ૨,૮૩૦ માણસને મોટા ધાણ દ્વારા રોજી મળતી હતી. ૮,૧૭૨ લોક હાથધાણી દ્વારા રોજી મેળવતા હતા. ભાવનગર અમરેલી રાજકોટ ધોરાજી જેતપુર ઉપલેટા ગાંડળ જામનગર મોરબી પોરબંદર અમદાવાદ કપડવંજ સિદ્ધપુર સુરત નવસારી ડેરોલ મેડાસા દાહેદ વગેરે એનાં કેન્દ્ર છે. ખોળમાં રહી ગયેલ ૮ ટકા તેલ સોલ્વન્ટ એક્સટ્રેકશન લાન્ટ મારફત મેળવાય છે. કપાસિયા અને ડાંગરના ભૂંસામાંથી તથા ડોળી ખરસાણી લીંબોળીનાં બી, કેરીની ગોટલી વગેરેમાંથી પણ હાલ તેલ મેળવાય છે. અખાદ્ય તેલીબિયાંના તેલનો સાબુ બનાવવામાં તથા દવા વગેરેમાં ઉપયોગ થાય છે. પિરબંદર મોરબી સમલાયા રખિયાલ ભાવનગર વડોદરા વગેરે સ્થળોએ વનસ્પતિનાં કારખાનાં છે. | ગુજરાતમાં ચૂનાના પથ્થરો, ચિરોડી બેકસાટ અકીક, બાંધકામને પથ્થર, બેન્ટોનાઇટ સાઈટ ચાઈના–કલે ફાયર-કલે મેંગેનીઝ, રંગીન માટી, મીઠું ફેલ્સપાર ડોલેમાઈટ કવાઝ સિલિકા સ્ટિયેટાઈટ વગેરે ૩૫,૨૯,૧૯૮ ટન ઉત્પન્ન થાય છે.
ખનીજ તેલ અને ગેસ ઉદ્યોગ આ કાળમાં વિકસ્યો. તાપી અને નર્મદાના મુખપ્રદેશે નજીક ટશિયરી યુગના ખડકોમાંથી અંકલેશ્વર કોસંબા વગેરે વિસ્તારમાંથી તથા તાપીના મુખ નજીક ખંડની છાજલીમાંથી તેલ અને ગેસ મળી આવ્યાં છે. અગાઉ ઘેથા વડેદરા અને જગતિયા(કેડીનાર) પાસેથી ગેસ મળતું હતું, પણ સૌથી પ્રથમ શારકામ ૧૯૪૮ માં ખંભાત નજીક લુણેજ પાસે કરતાં તેલ મળી આવ્યું હતું. ત્યારબાદ ખંભાત કલોલ નવાગામ ઓલપાડ અંકલેશ્વર એને કડી નજીક તેલક્ષેત્ર રોધાયાં છે. અંકલેશ્વરના ૩૨ ચો. કિ.મી. ના વિસ્તારવાળા ક્ષેત્રમાં ત્રણ રતરોમાંથી તેલ મળ્યું છે. વડોદરામાં ડબકા નજીક તેલક્ષેત્ર છે. ખંભાત વિસ્તારમાં તેલ અને વાયુ મળી આવ્યાં છે. અંકલેશ્વર તેલક્ષેત્ર અંદાજે ૫.૫૦